હરમનની યાદગાર સદી, મંધાનાના ફાસ્ટેસ્ટ ૩૦૦૦

22 September, 2022 01:56 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અણનમ ૧૪૩ રન ફટકાર્યા : ભારતે પોતાના સેકન્ડ-હાઇએસ્ટ સ્કોર ૩૩૩/૫ સાથે ઇંગ્લૅન્ડને મુશ્કેલીમાં મૂક્યું

હરમનપ્રીત કૌરે

ભારતની મહિલા કૅપ્ટન હરમનપ્રીત કૌરે (૧૪૩ અણનમ, ૧૧૧ બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર) ગઈ કાલે કૅન્ટરબરીનું સ્ટેડિયમ ગજાવ્યું હતું. તેની જોરદાર આતશબાજીને કારણે ભારતે બીજી વન-ડેમાં પાંચ વિકેટે ૩૩૩ રનનું તોતિંગ ટોટલ નોંધાવવાની સાથે યજમાન ઇંગ્લૅન્ડની ટીમને ચિંતામાં મૂકી દીધી હતી. ભારતનું આ સેકન્ડ-હાઇએસ્ટ ટોટલ હતું. આયરલૅન્ડ સામેના ૩૫૮ રન વન-ડેમાં ભારતના હાઇએસ્ટ છે. ઇંગ્લૅન્ડ સામે ભારતીય મહિલા ટીમનો આ હાઇએસ્ટ સ્કોર છે.

ઇંગ્લૅન્ડની પાંચેય બોલરને એક-એક વિકેટ મળી હતી, પણ હરમનપ્રીતે એ પાંચેયની ખબર લઈ નાખી હતી. પાંચમાંથી ચાર બોલરની ૧૦-૧૦ ઓવરમાં ૬૦-પ્લસ રન બન્યા હતા. હરમનને ઓપનર સ્મૃતિ મંધાના (૪૦ રન), યાસ્તિકા ભાટિયા (૨૬ રન), હર્લીન દેઓલ (૫૮ રન), પૂજા વસ્ત્રાકર (૧૮ રન) અને દીપ્તિ શર્મા (૧૫ અણનમ)નો સારો સાથ મળ્યો હતો. ભારતને એક્સ્ટ્રામાં પચીસ રન મળ્યા હતા.

3000
સ્મૃતિ મંધાના વન-ડેમાં સૌથી ઓછી ૭૬ ઇનિંગ્સમાં આટલા રન બનાવનાર ભારતની સૌથી ઝડપી બૅટર બની હતી.

sports sports news indian cricket team indian womens cricket team harmanpreet kaur