કેમ અસરકારક ન જણાયા ઈશાન્ત, બુમરાહ અને શમી? સાયમન ડુલ

22 June, 2021 12:16 PM IST  |  Southampton | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડની પહેલી ઇનિંગ્સમાં ભારતના ૨૧૭ રનના જવાબમાં ન્યુ ઝીલૅન્ડે બે વિકેટે ૧૦૧ રન બનાવી લીધા છે

સાયમન ડુલ

ભારતીય ફાસ્ટ બોલર્સ મૅચના ત્રીજા દિવસે અસરકારક સાબિત નથી થયા. ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સાયમન ડુલે કહ્યું કે ફાઇનલ પહેલાં મૅચ-પ્રૅક્ટિસ ન મળવાની ખોટ ફાસ્ટ બોલરોએ ભોગવવી પડી રહી છે. ડ​ુલે હર્ષા ભોગલેને કહ્યું હતું કે ‘ઘણી વખત તમે જુઓ છો અને વિચારો છે કે શું ટીમ ઇન્ડિયાને તૈયારીમાં પૂરતી તક મળી હતી. મને લાગે કે છેલ્લા ૧૦થી ૧૨ દિવસ દરમ્યાન તેમણે પૂરતી બોલિંગ કરી, પરંતુ એની સરખામણી પ્રૅક્ટિસ-મૅચ સાથે ન થઈ શકે. તમે તમારી જ બે ટીમ બનાવીને આવું કરવાનો પ્રયાસ કરો, પરંતુ એ પૂરતું નથી.’

ન્યુ ઝીલૅન્ડની પહેલી ઇનિંગ્સમાં ભારતના ૨૧૭ રનના જવાબમાં ન્યુ ઝીલૅન્ડે બે વિકેટે ૧૦૧ રન બનાવી લીધા છે. એજીસ બાઉલમાં ફાસ્ટ બોલરોને મદદગાર પિચ હોવા છતાં બુમરાહ, ઈશાન્ત અને શમી વધુ સ્વિંગ મેળવવામાં નિષ્ફળ રહ્યા. તો બીજી તરફ ન્યુ ઝીલૅન્ડના બોલરોએ ભારતને વધુ સ્કોર ન કરવા દીધો. 

sports sports news cricket news test cricket india new zealand