જૅમિસને હાથ અજમાવ્યો ટેબલ-ટેનિસ પર

22 June, 2021 12:14 PM IST  |  Southampton | Gujarati Mid-day Correspondent

કિવી ફાસ્ટ બોલરે કહ્યું કે એ બૉલ પર કોહલી તો શું, દુનિયાનો કોઈ પણ બૅટ્સમૅન આઉટ થઈ જાત, ફાઇનલમાં તેના પ્રદર્શનથી ભારતીય ફૅન્સ નારાજ

કાઇલ જૅમિસન

રવિવારે કોહલી સહિત ભારતીય ટીમના પાંચ ખેલાડીઓને આઉટ કરનાર ન્યુ ઝીલૅન્ડના બોલર કાઇલ જૅમિસન પર ભારતીય પ્રશંસકો નારાજ હતા તેમ જ સોશ્યલ મીડિયા પર તેની વિરુદ્ધ કમેન્ટ લખી હતી. વરસાદને કારણે મૅચ શરૂ ન થતાં જૅમિસને ટેબલ-ટેનિસ પર હાથ અજમાવ્યો હતો. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે આ વિશે ટ્વીટ કરતાં લખ્યું હતું કે ફરી હૅમ્પશર બાઉસમાં વરસાદી વાતાવરણ થતતાં હવે ટેબલ-ટેનિસની મજા માણવાનો સમય છે. જૅમિસને કોહલીને એલબીડબ્લ્યુ કર્યા ઉપરાંત રોહિત શર્મા, રિષભ પંત અને ઈશાન્ત શર્માને સ્લિપમાં કૅચઆઉટ કર્યા હતા, તો બુમરાહની વિકેટ લઈને કુલ પાંચ વિકેટ તેણે ઝડપી હતી.

જૅમિસને ભારત સામે પાંચ ટેસ્ટમાં કુલ ૧૪ વિકેટ ઝડપી છે. ભારતીય ફૅન્સ જૅમિસનના તાજેતરના પ્રદર્શનથી ખુશ નથી. કેટલાકે તો તેને આઇપીએલની વિરાટ કોહલીના નેતૃત્વવાળી બૅન્ગલોરની ટીમમાંથી કાઢી મૂકવા સુધીની કમેન્ટ પણ કરી હતી. જૅમિસનને બૅન્ગલોરે ૧૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ત્રીજા દિવસની રમત બાદ તેણે કહ્યું હતું કે ‘અમે શિસ્તબદ્ધ રમત રમવા માગતા હતા. મને લાગે છે કે હું એમ કરી શક્યો. કોહલીને આઉટ કર્યો એ મારી નૈસર્ગિક લેંગ્થ નહોતી.  ઉપરાંત મારો એ ઇ​નસ્વિન્ગર બૉલ એવો હતો જેમાં કોહલી જ નહીં, કોઈ પણ બૅટ્સમૅન આઉટ થઈ જાત.

sports sports news cricket news test cricket india new zealand