સ્પેશ્યલ ફીલિંગ થઈ રહી છે: વિલિયમસન

25 June, 2021 10:54 AM IST  |  Southampton | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમનો આભાર માન્યો વિલિયમસને

વિજેતા બાદ ન્યુ ઝીલૅન્ડની ટીમના ખેલાડીઓ સાથે કૅપ્ટન કૅન વિલિયમસન. (તસવી: એ.એફ.પી.)

ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડને જિતાડ્યા બાદ કૅપ્ટન કેન વિલિયમસને કહ્યું કે ‘આઇસીસીની ઘણી ફાઇનલમાં હાર્યા બાદ આ વખતે જીત મળતાં એક સ્પેશ્યલ ફીલિંગ થઈ રહી છે. હાશ, અમે એક ટાઇટલ જીતવામાં સફળ થયા.’

ભારતીય ટીમનો આભાર માનતાં વિલિયમસને કહ્યું કે ‘હું કોહલી અને તેની ટીમનો આભારી છું. તમારી ટીમ ઘણી સારી છે. અમને ખબર હતી કે ટાઇટલ જીતવું પડકારજનક હશે. અમારા ક્રિકેટ ઇતિહાસમાં અમે પ્રથમ વખત વર્લ્ડ ચૅમ્પિયન બન્યા છીએ.’

૨૨ ખેલાડીઓનું યોગદાન

એણે કહ્યું કે ‘અમારી પાસે ૨૨ ખેલાડીઓની એક ટીમ છેલ્લા બે વર્ષથી છે. તમામે  આ વિજયમાં પોત-પોતાની ભુમિકાઓ ભજવી છે. જે ખેલાડીઓ મૅચ રમ્યા હતા એની સાથો-સાથ સપોર્ટ સ્ટૉ માટે પણ આ એક યાદગાર ઉપલબ્ધી છે. અમને ખબર હતી કે અમારી પાસે સ્ટાર ખેલાડી નહીં હોય પરંતુ સ્પર્ધા માટે નાના અને અલગ-અલગ પ્રદર્શ પર આધાર રાખવો પડશે.’

બૅ​ટિંગ પડકારરૂપ હતી

કૅપ્ટને કહ્યું હતું કે ‘પહેલી ઇનિંગ્સમાં બૅટિંગ કરવી મુશ્કેલ હતી. ભારતીય બોલરો તમને શૉટ ફટકારવાની વધુ તક આપતા નહોતો. લોઅર ઑડરે હિંમત દેખાડી . તેથી નાની પણ મહત્વની લીડ અમને મળી. પિચ સારી હતી. તેથી ચાર દિવસમાં જ પરિણામ આવે એવી શક્યતા હતી.’

sports sports news cricket news test cricket india new zealand