આઇસીસી રિઝર્વ ડેની ટિકિટ સસ્તામાં વેચશે

22 June, 2021 12:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યુકેમાં રમાતી ટેસ્ટ મૅચમાં સામાન્ય રીતે આવું જ થાય છે

મેદાનમાં લટાર મારવા નીકળેલા રહાણે અને પુજારા (તસવીરઃ એ.એફ.પી.)

ખરાબ હવામાનથી પ્રભાવિત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની ટિકિટના દરમાં આઇસીસી ઘટાડો કરશે. ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની મૅચનો પહેલો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો અને બીજા દિવસે ૬૪.૪ ઓવર નાખી શકાઈ હતી. ત્રીજા દિવસે ૭૬.૩ ઓવર નખાઈ હતી તથા ચોથા દિવસે પણ વરસાદે રંગમાં ભંગ પાડ્યો હતો. આ બધાને કારણે આઇસીસી દ્વારા રાખવામાં આવેલા છઠ્ઠા અર્થાત્ રિઝર્વ ડેનો પણ ઉપયોગ થશે. આઇસીસીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે છઠ્ઠા દિવસની ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવશે. યુકેમાં રમાતી ટેસ્ટ મૅચમાં સામાન્ય રીતે આવું જ થાય છે. ફાઇનલ માટે અલગ-અલગ ત્રણ પ્રકારની ટિકિટ રાખવામાં આવી છે, જેમાં સૌથી મોંધી ૧૫૦ પાઉન્ડ એટલે કે ૧૫,૪૪૪ રૂપિયા, ૧૦૦ પાઉન્ડ એટલે કે ૧૦,૨૯૬ રૂપિયા અને ૭૫ પાઉન્ડ એટલે કે ૭૭૨૨ રૂપિયાનો સમાવેશ છે.

sports sports news cricket news test cricket india new zealand