પુજારાને શીખવાડ્યા ડેલ સ્ટેને બૅટિંગના પાઠ

21 June, 2021 10:12 AM IST  |  Southampton | Gujarati Mid-day Correspondent

પહેલી ઇનિંગ્સમાં ૮૫ મિનિટમાં ૫૪ બૉલમાં ૮ રન કર્યા હતા ચેતેશ્ર્વર પુજારાએ

ચેતેશ્ર્વર પુજારા

ચેતેશ્ર્વર પુજારાએ પહેલી ઇનિંગ્સમાં ૮૫ મિનિટમાં ૫૪ બૉલમાં ૮ રન કર્યા હતા, જેમાં બે ચોગ્ગાનો સમાવેશ હતો. ૫૩ બૉલમાં બે ફોરવાળા બે બૉલને બાદ કરતા ૫૧ બૉલમાં તે અેકેય રન નહોતો બનાવી શક્યો હતો અને ૫૧ ડૉટ-બૉલવાળી આ લાંબી ઇનિંગ્સ બાદ પોતાના ૫૪મા બૉલમાં આઉટ થઈ ગયો હતો.

પુજારાની આ બૅટિંગ પર સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને સલાહ આપી કે તેણે શું કરવું જોઈતું હતું. પુજારાએ મૅચમાં ૩૬મા બૉલમાં ખાતું ખોલ્યું હતું અને ત્યાર બાદના બૉલમાં પણ ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ ફરી ઘણા ડૉટ બૉલ રમ્યો અને બોલ્ટના બૉલમાં એલબીડબ્લ્યુ થયો. ભારત તરફથી ટેસ્ટમાં ત્રીજા ક્રમાંકે બૅટિંગ કરવા આવનાર પુજારા ધીમી બૅટિંગને કારણે ચર્ચામાં રહે છે.

સ્ટેને કહ્યું કે ‘પૂજારા જો પોતાની બૅટિંગનું વિડિયો રેકૉર્ડિંગ જુએ તો તેને ખબર પડશે. એવા બૉલ પણ આવ્યા હતા જેમાં તેને થોડી સ્ટ્રાઇક રોટેટ કરવાની તક મળી હતી. તે જે ૫૦ બૉલ રમ્યો એમાં તે સ્ટ્રાઇક રોટેટ કરી શકતો હતો.’

sports sports news cricket news test cricket india new zealand cheteshwar pujara