વિરાટે બૅરસ્ટૉને કહ્યું, ‘શટ અપ, સીધો બૅટિંગ કર ચલ’

04 July, 2022 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરાટ કોહલી અને ગઈ કાલના બ્રિટિશ હીરો જૉની બેરસ્ટૉ વચ્ચે દલીલબાજી થઈ હતી

વિરાટ કોહલી

એજબૅસ્ટનમાં ગઈ કાલે ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટના ત્રીજા દિવસે વરસાદના વિઘ્ન પહેલાં મેદાન પર થોડી ગરમી વચ્ચે ગરમાગરમી થઈ હતી. વિરાટ કોહલી અને ગઈ કાલના બ્રિટિશ હીરો જૉની બેરસ્ટૉ વચ્ચે દલીલબાજી થઈ હતી. શનિવારના બીજા દિવસે પણ તેમની વચ્ચે સ્લેજિંગની આપ-લે થઈ હતી, પરંતુ ગઈ કાલે મામલો થોડો ગંભીર બન્યો હતો. ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં ૩૩મી ઓવર જે ભારતના કાર્યવાહક સુકાની બુમરાહે કરી હતી એ દરમ્યાન કોહલીથી બેરસ્ટૉની કમેન્ટ અને અપ્રોચ સહન ન થતાં કોહલીએ તેને કહી દીધું હતું, ‘શટ અપ. સીધો બૅટિંગ કર ચલ.’
કોહલીએ બેરસ્ટૉ સાથેની આ હળવી નોંકઝોંક વખતે કૅપ્ટન બેન સ્ટૉક્સ સાથે પણ થોડી વાતચીત કરી હતી.

sports sports news cricket news india england