ઇંગ્લૅન્ડ-ટૂરમાં હર્ષિત રાણાને ટીમ ઇન્ડિયામાંથી મુક્ત કરવામાં આવ્યો

26 June, 2025 10:52 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

અહેવાલ અનુસાર ગઈ કાલે ટીમ મૅનેજમેન્ટે તેને જવાબદારીમાંથી મુક્ત કર્યો છે. તે ઇન્ડિયા-A તરફથી રમવા માટે જ ઇંગ્લૅન્ડ-ટૂર પર આવ્યો હતો.

હર્ષિત રાણા

યંગ ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ પહેલાં હેડિંગ્લી ટેસ્ટ માટે બૅકઅપ બોલર તરીકે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર ગઈ કાલે ટીમ મૅનેજમેન્ટે તેને જવાબદારીમાંથી મુક્ત કર્યો છે. તે ઇન્ડિયા-A તરફથી રમવા માટે જ ઇંગ્લૅન્ડ-ટૂર પર આવ્યો હતો.

મંગળવારે પ્રેસ-કૉન્ફરન્સમાં હેડ કોચ ગૌતમ ગંભીરે ૨૩ વર્ષના હર્ષિત વિશે કહ્યું હતું કે ‘હું સિલેક્શન કમિટી સાથે હર્ષિત રાણા વિશે ચર્ચા કરીશ. તેને કેટલીક નાની સમસ્યાઓના કારણે રોકવામાં આવ્યો હતો. હવે બધું બરાબર છે. હું ચર્ચા કરીશ અને પછી અમે તેના પર નિર્ણય લઈશું.’

કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ માટે IPL 2024માં સાથે કામ કરનાર આ બન્નેને ગુરુ-શિષ્યની જોડી તરીકે પણ ઓળખવામાં આવી રહ્યા છે.

india england london harshit rana gautam gambhir indian cricket team cricket news test cricket sports news sports