07 February, 2025 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટની ગેરહાજરીથી દુખી થયેલા નાગપુરના ક્રિકેટપ્રેમીઓ.
નાગપુરમાં ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ પહેલાં ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો હતો. ભારતનો સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલી જમણા ઘૂંટણની ઇન્જરીને કારણે આ મૅચમાં સિલેક્શન માટે ઉપલબ્ધ નહોતો. એક દિવસ પહેલાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન તેના ઘૂંટણમાં દુખાવો શરૂ થયો હતો જેને કારણે તે ઘૂંટણમાં પટ્ટો બાંધીને સ્ટેડિયમ પહોંચ્યો હતો. ભારતીય ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી ૨૦૨૧થી ૨૦૨૫ દરમ્યાન ભારત માટે પચીસમી વાર વન-ડે મૅચ રમવાનું ચૂક્યો છે. આ પહેલાં ૨૦૧૧થી ૨૦૨૦ના એક દાયકા દરમ્યાન તે ૨૦ વન-ડે મૅચ રમવાનું ચૂક્યો હતો. ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પહેલાં કોહલીની ઇન્જરી ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની છે.