23 June, 2025 11:09 AM IST | London | Gujarati Mid-day Correspondent
આયુષ શર્મા અને વૈભવ સહિતની અન્ડર-19 ટીમ પણ ઇંગ્લૅન્ડ પહોંચી
પાંચ વન-ડે અને બે ટેસ્ટ-મૅચ રમવા માટે ભારતીય અન્ડર-19 ટીમ પણ હવે ઇંગ્લૅન્ડ પહોંચી છે. ૨૭ જૂનથી ૨૩ જુલાઈ સુધી આ સિરીઝ રમાશે એ પહેલાં ૨૪ જૂને ૫૦-૫૦ ઓવર્સની વૉર્મ-અપ મૅચ પણ રમાશે. ભારતીય ક્રિકેટના ભાવિ સ્ટાર વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લૅન્ડ પહોંચીને કૅપ્ટન અને સાથી ઓપનર આયુષ મ્હાત્રે સાથેનો ફોટો શૅર કર્યો હતો. ભારતની સિનિયર મેન્સ અને વિમેન્સ ટીમ પણ હાલમાં ઇંગ્લૅન્ડમાં હાજર છે.