હરમન, મંધાનામાંથી કોણ ભારતની પ્રથમ આઇસીસી અવૉર્ડ વિજેતા?

06 October, 2022 11:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અક્ષર પટેલ પણ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ માટે નૉમિનેટ : કૅમેરન ગ્રીન પણ રેસમાં

કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાની ફાઇલ તસવીર.

આઇસીસી દર મહિને સર્વશ્રેષ્ઠ ક્રિકેટરને અવૉર્ડ આપે છે અને સપ્ટેમ્બરના ‘પ્લેયર ઑફ ધ મન્થ’ના પુરસ્કાર માટે મહિલા વર્ગમાં ઓપનિંગ બૅટર સ્મૃતિ મંધાના અને ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરને નૉમિનેટ કરવામાં આવી છે. મેન્સ કૅટેગરીમાં અક્ષર પટેલને નૉમિનેટ કરાયો છે.

વાઇસ-કૅપ્ટન મંધાના તથા હરમનને પહેલી જ વાર આ પુરસ્કાર માટે શૉર્ટલિસ્ટ કરાઈ છે અને જો બેમાંથી કોઈને આ પુરસ્કારની વિજેતા તરીકે પસંદ કરવામાં આવશે તો તે ભારતની સૌપ્રથમ વિમેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડવિજેતા કહેવાશે. ઇંગ્લૅન્ડ સામેની તાજેતરની ટી૨૦ અને વન-ડે સિરીઝમાં તેમણે સારું પર્ફોર્મ કર્યું હતું. બીજી કેટલીક વિદેશી ખેલાડીઓ પણ આ પુરસ્કાર માટેની રેસમાં છે.

અક્ષર પટેલને ઑસ્ટ્રેલિયા તથા સાઉથ આફ્રિકા સામેના તાજેતરના અસાધારણ પર્ફોર્મન્સ બદલ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યો છે. જોકે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને ઑસ્ટ્રેલિયાના કૅમેરન ગ્રીન સહિતના બીજા કેટલાક નૉમિનેશન્સ પણ ધ્યાનમાં લેવામાં આવશે.

sports sports news cricket news indian womens cricket team harmanpreet kaur international cricket council