22 August, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ-રોહિત
૧૭ વર્ષ બાદ વિરાટ-રોહિત વગર
ભારતીય ટીમ ૧૭ વર્ષ બાદ એશિયા કપમાં બે દિગ્ગજો રોહિત શર્મા અને વિરાટ કોહલી વગર મેદાનમાં ઊતરશે.
ચાર પ્લેયરો એક વર્ષથી નથી રમ્યા
શુભમન ગિલ, જિતેશ શર્મા, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ છેલ્લા એક વર્ષમાં એક પણ T20 ઇન્ટરનૅશનલ મૅચ ન રમ્યા હોવા છતાં ટીમમાં સ્થાન મળ્યું છે.
પ્રથમ વાર રમશે એશિયા કપ
અભિષેક શર્મા, શિવમ દુબે, જિતેશ શર્મા, વરુણ ચક્રવર્તી, સંજુ સૅમસન, હર્ષિત રાણા અને રિન્કુ સિંહ પહેલી વાર એશિયા કપમાં રમશે.
ઑરેન્જ-પર્પલ કૅપનો જાદુ ન ચાલ્યો
IPLની છેલ્લી સીઝનમાં સૌથી વધુ રન (૭૫૯) ફટકારીને ઑરેન્જ કૅપ જીતનાર સાઈ સુદર્શન અને સૌથી વધુ વિકેટ (૨૫) સાથે પર્પલ કૅપ જીતનાર પ્રસિદ્ધ ક્રિષ્નાની સિલેક્ટરોએ અવગણના કરી છે.
સૌથી યુવા અને મોટી ઉંમરનો ખેલાડી
ટીમમાં ઉંમરની દૃષ્ટિએ સૌથી મોટો ૩૪ વર્ષ અને ૩૩૯ દિવસનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ છે, જ્યારે સૌથી નાનો ૨૨ વર્ષ અને ૨૮૪ દિવસનો તિલક વર્મા છે.
સૌથી વધુ, ઓછો અનુભવી ખેલાડી
ટીમમાં સૌથી વધુ ૧૧૪ T20 ઇન્ટરનૅશનલ મૅચ હાર્દિક પંડ્યાએ રમી છે, જ્યારે સૌથી ઓછી એક જ મૅચ હર્ષિત રાણાએ રમી છે.
કઈ IPL ટીમના કેટલા ખેલાડીઓ
ટીમમાં પસંદ થયેલા ૧૫ ખેલાડીઓમાં IPLના પ્લેયરોની વાત કરીએ તો સૌથી વધુ ચાર ખેલાડીઓ મુંબઈના છે, જ્યારે લખનઉ ટીમમાંથી કોઈની પસંદગી નથી થઈ. કલકત્તાને બે છે અને દિલ્હી, ગુજરાત, હૈદરાબાદ, ચૈન્નઈ, બૅન્ગલોર અને પંજાબમાંથી એક-એક ખેલાડીને મોકો મળ્યો છે.