09 July, 2025 06:59 AM IST | London | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડનાે હેડ કોચ બ્રેન્ડન મૅક્લમ
એજબૅસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી બીજી ટેસ્ટ-મૅચના પાંચેય દિવસ ભારતીય ટીમે બૅટ અને બૉલથી પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. આ વિશે વાત કરતાં ઇંગ્લૅન્ડના હેડ કોચ બ્રેન્ડન મૅક્લમ કહે છે, ‘અમે પાંચ દિવસ માટે રમતમાં બીજા ક્રમે હતા. મને લાગ્યું કે ભારત અપવાદરૂપે સારું રમ્યું. શુભમન ગિલ એક મહાન સ્તર પર હતો અને તે આ પિચ પર શાનદાર રમ્યો. અમે એના પર એટલું સારું રમી શક્યા નહીં, જેટલું અમે ઇચ્છતા હતા અને તેઓ જીતવા માટે સંપૂર્ણપણે લાયક હતા. ટૉસ જીત્યા પછી અમે ભારતને બૅટિંગ માટે મોકલવાનો ખોટો નિર્ણય લીધો અને એકંદરે પિચનો ખોટો અંદાજ લગાવ્યો.’
ત્રીજી ટેસ્ટ-મૅચ વિશે વાત કરતાં મૅક્લમ કહે છે, ‘ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આગામી મૅચમાં પાછો ફરવાની શક્યતા વધારે છે, એથી અમારે ફક્ત ખાતરી કરવી પડશે કે અમે સારી રીતે આયોજનબદ્ધ છીએ. સારી રીતે આગામી પડકાર માટે તૈયારી કરવી પડશે.’
પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં હાલમાં સ્કોરલાઇન ૧-૧થી બરાબર છે.