વૉશિંગ્ટન સુંદર ઈજાને લીધે ઇંગ્લૅન્ડની સિરીઝમાંથી આઉટ

23 July, 2021 01:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત અને કાઉન્ટી ઇલેવન વચ્ચે રમાતી વૉર્મઅપ મૅચમાં મોહમ્મદ સિરાજનો બૉલ વાગતાં તેની આંગળીમાં ફ્રૅક્ચર થયું છે

વૉશિંગ્ટન સુંદર

ઇંગ્લૅન્ડ રમવા ગયેલી ભારતીય ટીમને ઈજાને લીધે બીજો આંચકો લાગ્યો છે. સ્પિન બોલર ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર પાંચ મૅચની ટેસ્ટ સિરીઝમાંથી આઉટ થઈ ગયો છે. શુભમન ગિલ, અવેશ ખાન બાદ પ્રવાસમાંથી બહાર થનારો સુંદર ત્રીજો ખેલાડી છે. ભારત અને કાઉન્ટી ઇલેવન વચ્ચે રમાતી વૉર્મઅપ મૅચમાં મોહમ્મદ સિરાજનો બૉલ વાગતાં તેની આંગળીમાં ફ્રૅક્ચર થયું છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રવક્તાએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે જે રીતે અવેશ ખાનને અંગૂઠામાં વાગ્યું હતું એ જ પ્રમાણે વૉશિંગટનની આંગળીમાં પણ ફ્રૅક્ચર થયું છે. બન્ને સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. વૉશિંગ્ટન સુંદરને બોલિંગ શરૂ કરતાં પાંચ સપ્તાહનો સમય લાગશે એટલે તેને અહીં રાખવાનો કોઈ અર્થ નથી.’

વૉશિંગ્ટન સુંદર અને અવેશ ખાન પ્લેઇંગ ઇલેવનના સભ્યો નહોતા, પરંતુ તેઓ નેટ બોલર તરીક કામગીરી બજાવતા હતા. આશ્ચર્યચકિત કરનારી વાત એ છે કે બન્ને હાલમાં હરીફ ટીમ વતી રમી રહ્યા હતા. અવેશ ખાનને બદલે નવદીપ સૈની અથવા ભુવનેશ્વર કુમારને મોકલવામાં આવશે.

sports sports news cricket news england india