ઝુલનની પાંચમા રૅન્ક પરથી વિદાય, હરમનપ્રીત બૅટર્સમાં પાંચમા નંબરે

28 September, 2022 12:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઝુલને ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી મૅચમાં ત્રણ વિકેટ લીધી હતી અને ભારતને ૩-૦થી ક્લીન-સ્વીપ અપાવવામાં પણ તેનું મોટું યોગદાન હતું

ઝુલન ગોસ્વામી અને હરમનપ્રીત કૌર

પેસ-લેજન્ડ ઝુલન ગોસ્વામીએ ૨૫૫ વન-ડે વિકેટ સાથે ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કરી દીધી છે, જ્યારે કૅપ્ટન હરમનપ્રીત કૌર વન-ડેની બૅટર્સમાં ચાર ક્રમની છલાંગ મારી પાંચમા નંબરે આવી ગઈ છે. સ્મૃતિ મંધાના છઠ્ઠા સ્થાને છે.

ઝુલને ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી મૅચમાં ત્રણ વિકેટ લીધી હતી અને ભારતને ૩-૦થી ક્લીન-સ્વીપ અપાવવામાં પણ તેનું મોટું યોગદાન હતું. બીજી તરફ હરમનપ્રીતે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની બીજી વન-ડેમાં ૧૧૧ બૉલમાં અણનમ ૧૪૩ રન બનાવીને ટીમને ૨-૦થી વિજયી સરસાઈ અપાવી હતી.

વન-ડેની બૅટર્સમાં ઑસ્ટ્રેલિયાની અલીસા હિલી નંબર-વન અને બોલર્સમાં ઇંગ્લૅન્ડની સૉફી એકલ્સ્ટન નંબર-વન છે. વન-ડેની ઑલરાઉન્ડર્સમાં વેસ્ટ ઇન્ડીઝની હેલી મૅથ્યુઝ પહેલી વાર નંબર-વન બની છે. શનિવારે લૉર્ડ્સમાં શાર્લી ડીનને નૉન-સ્ટ્રાઇક એન્ડ પર (આઇસીસીના નિયમની અંદર રહીને) રનઆઉટ કરનાર દીપ્તિ શર્મા ઑલરાઉન્ડર્સમાં છઠ્ઠા સ્થાને છે.

sports sports news cricket news indian womens cricket team harmanpreet kaur