વૉશિંગ્ટન સુંદર દિલ્હીમાં ભારતની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડ સાથે જોડાશે

09 February, 2026 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપની ડેબ્યુ મૅચમાં અભિષેક શર્મા હતો અસ્વસ્થ

વૉશિંગ્ટન સુંદરની ફાઇલ તસવીર

ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં પાંસળીની ઇન્જરીનો સામનો કરનાર સ્પિન ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર ટૂંક સમયમાં ભારતની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડ સાથે જોડાશે. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે અપડેટ આપી છે કે ૨૬ વર્ષનો સ્પિનર હવે ફિટ છે અને દિલ્હીમાં ભારતીય ટીમ સાથે વર્લ્ડ કપ અભિયાનમાં જોડાશે.

પ્રેસ-કૉન્ફરન્સમાં કૅપ્ટન સૂર્યાએ જસપ્રીત બુમરાહ અને અભિષેક શર્માની અસ્વસ્થતા વિશે પણ અપડેટ આપી હતી. જસપ્રીત બુમરાહ વાઇરલ ફીવરને કારણે રમી શક્યો નહોતો. T20 વર્લ્ડ કપમાં ગોલ્ડન ડક થયેલો અભિષેક શર્મા પેટના દુખાવાની સમસ્યાનો સામનો કરી રહ્યો હોવાથી અમેરિકા સામેની મૅચમાં બીજી ઇનિંગ્સમાં મેદાન પર આવી શક્યો નહોતો. તેના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાંથી ડ્રૉપ થયેલા સંજુ સૅમસને ફીલ્ડિંગ કરી હતી. ૧૨ ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભારતીય ટીમ નામિબિયા સામે ટકરાશે.

"ભલે પહેલી મૅચમાં થોડો ગભરાટ અને મુશ્કેલી હતાં પરંતુ એ મારા, પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફ માટે એક સારો પાઠ હતો. એ રમતનો એક ભાગ હતો." - અમેરિકા સામે થયેલા બૅટિંગ લાઇન-અપના ધબડકા વિશે કૅપ્ટન સૂર્યકુમાર યાદવ

t20 world cup international cricket council washington sundar indian cricket team team india india cricket news sports sports news new delhi abhishek sharma arun jaitley stadium jasprit bumrah