09 February, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં ભારતનો અનુભવી ક્રિકેટર રોહિત શર્મા વર્લ્ડ કપના બ્રૅન્ડ ઍૅમ્બૅસૅડર તરીકે હાજર રહ્યો હતો. સ્ટેડિયમના VIP બૉક્સમાં તે જ્યારે અંબાણી ફૅમિલી સાથે મૅચનો આનંદ માણી રહ્યો હતો એ સમયનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે.
ભારતની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીએ રોહિત શર્માને ચા અને નાસ્તાની પ્લેટ ઑફર કરી હતી. જોકે રોહિત શર્માએ નમ્રતાપૂર્વક એ ખાવાનો ઇનકાર કરી દીધો હતો. સોશ્યલ મીડિયા પર આ ઘટનાની ભારે ચર્ચા થઈ રહી છે. લોકોએ તેની સ્ટ્રિક્ટ ડાયટની પ્રશંસા કરી. ગોળમટોળમાંથી ફિટ બનેલા રોહિત શર્મા માટે કેટલાક લોકોએ કમેન્ટ કરી કે તેના દ્વારા નાસ્તાનો ઇનકાર દર્શાવે છે કે તે હવે ફિટનેસ પ્રત્યે કેટલો ગંભીર છે.