દુખી રસેલ શૂઝ અને કપડાં પહેરીને નહાવા જતો રહ્યો હતો

27 May, 2021 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રસેલ આઉટ થયા બાદ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો અને પહેરેલે કપડે બાથરૂમમાં શૉવર લેવા જતો રહ્યો હતો. રસેલે કહ્યું હતું કે ‘હું પૅવિલિયનમાં પાછો આવીને કપડાં કાઢ્યાં વગર શૉવર લેવા જતો રહ્યો હતો.

આંદ્રે રસેલ

કૅરિબિયન ઑલરાઉન્ડર ૨૦૧૮માં આઇપીએલમાં સેમી ફાઇનલ સમી ક્વૉલિફાયર-ટૂમાં હૈદરાબાદ સામે મળેલી ૧૪ રનથી હારના દુઃખને આજે પણ નથી ભુલાવી શક્યો. ફાઇનલથી માત્ર એક ડગલું દૂર કલકત્તા ૧૭૫ રનના ટાર્ગેટ સામે ૧૦ ઓવરમાં બે વિકેટે ૯૩ રન બનાવીને સારી શરૂઆત છતાં ફસડાઈ પડી હતી અને આખરે ૧૪ રનથી હારી ગઈ હતી. ટીમનો મુખ્ય આધાર સમાન રસેલ સાત બૉલમાં ત્રણ જ રન બનાવીને રાશિદ ખાનનો શિકાર થઈ ગયો હતો. 

આ હારને યાદ કરતાં રસેલ કહે છે કે ‘હું રાશિદના એ બૉલને આસાનીથી રમી શક્યો હોત, પણ હું ખરાબ શૉટ રમ્યો. જો હું ટકી ગયો હોત તો અમે આસાનીથી જીત મેળવી હોત.’

રસેલ આઉટ થયા બાદ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો અને પહેરેલે કપડે બાથરૂમમાં શૉવર લેવા જતો રહ્યો હતો. રસેલે કહ્યું હતું કે ‘હું પૅવિલિયનમાં પાછો આવીને કપડાં કાઢ્યાં વગર શૉવર લેવા જતો રહ્યો હતો. મેરાં શૂઝ અને બધાં કપડાં ભીનાં થઈ ગયાં હતાં. હું પોતાની જાતથી ખૂબ નિરાશ થઈ ગયો હતો, કેમ કે એ હાર સાથે અમારી સીઝનનો અંત આવી ગયો હતો.’

andre russell cricket news sports news sports ipl 2021 indian premier league kolkata knight riders