ખત્રી સમાજની ટર્ફ ક્રિકેટ-ટુર્નામેન્ટમાં રૉયલ જેમ્સ ખત્રી ટીમ ચૅમ્પિયન

12 March, 2025 01:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી બહ્મક્ષત્રિય સંપર્ક સમાજના પથદર્શક અને ઉદ્યોગપતિ ઈશ્વર પડિયા અને અન્ય મહાનુભાવોના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

રૉયલ જેમ્સ ખત્રી ટીમ ચૅમ્પિયન

શ્રી બહ્મક્ષત્રિય સંપર્ક સમાજના ભૂતપૂર્વ પ્રમુખ અને પ્લાસ્ટિક બંગડીના યુવાન ઉદ્યોગપતિ હેમુ પડિયાની સ્મૃતિમાં ગયા શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિને બોરીવલી-વેસ્ટમાં યોજાયેલી હેમુ પડિયા પ્રીમિયર લીગ (HPPL) ટર્ફ ક્રિકેટ-ટુર્નામેન્ટ રૉયલ જેમ્સ ખત્રી ટીમે જીતી છે. પુરુષોની કુલ ૧૦ ટીમો વચ્ચેની આ સ્પર્ધાની ફાઇનલમાં રેસુ-રોહિત પેન્થર્સ ખત્રી ટીમને હાર આપીને રૉયલ જેમ્સ ખત્રી ટીમ ચૅમ્પિયન બની હતી. બે મહિલા ટીમ વચ્ચેની સ્પર્ધા ખત્રી સુપર ક્વીન્સ ટીમ વિજેતા બની હતી. શ્રી બહ્મક્ષત્રિય સંપર્ક સમાજના પથદર્શક અને ઉદ્યોગપતિ ઈશ્વર પડિયા અને અન્ય મહાનુભાવોના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

borivali cricket news test cricket gujarati community news gujaratis of mumbai mumbai sports news sports