બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની ખરાબ શરૂઆત

11 June, 2021 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બર્મિંગહૅમના એજબૅસ્ટનમાં રમાતી ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટૉસ જીતીને બૅટિંગ કરનારી ઇંગ્લૅન્ડની ટીમની હાલત કફોડી થઈ ગઈ હતી

ખેલાડી

બર્મિંગહૅમના એજબૅસ્ટનમાં રમાતી ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટૉસ જીતીને બૅટિંગ કરનારી ઇંગ્લૅન્ડની ટીમની હાલત કફોડી થઈ ગઈ હતી અને ૬૦ ઓવરમાં એણે ૧૭૫ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. ન્યુ ઝીલૅન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને મૅટ હેન્રીએ બે-બે વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડ માટે પહેલી વિકેટ માટે ઓપનર રૉરી બર્ન્સ (૮૧) અને ડૉમિનિક સિબલ (૩૫) વચ્ચે ૭૨ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે ત્યાર બાદ ઝેક ક્રાઉલી (૦) અને કૅપ્ટન જો રૂટ (૪)ની વિકેટ સસ્તામાં પડી ગઈ હતી.  આ લખાય છે ત્યાં સુધી ઇંગ્લૅન્ડે ૭૫ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૨૨ રન કર્યા હતા. મૅચમાં ઇંગ્લૅન્ડે ઓલી રોબિન્સનને બદલે ઓલી સ્ટોનને લીધો હતો. ડેન લૉરેન્સ (૪૮ રન) અને ઓલી સ્ટોન (૨૦) ક્રીઝ પર હતા. બીજી તરફ ન્યુ ઝીલૅન્ડે આ ટેસ્ટમાં કુલ ૬ ખેલાડી બદલ્યા હતા. પીઠની ઈજાને કારણે વૉટલિંગ પણ રમ્યો નહોતો. 

cricket news sports news new zealand england sports