ડિવિલિયર્સને કૅપ્ટન વિરાટ પર ભરોસો નથી, માહી જ છે બેસ્ટ

03 April, 2021 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકન લેજન્ડે જાહેર કરેલી બેસ્ટ આઇપીએલ ઇલેવનમાં તેની બૅન્ગલોર ટીમના કર્ણધારને બદલે ધોનીને સોંપી કમાન, ટીમમાં સૌથી વધુ સાત ભારતીયો

ડિવિલિયર્સને કૅપ્ટન વિરાટ પર ભરોસો નથી, માહી જ છે બેસ્ટ

આઇપીએલની ૧૪મી સીઝનને આડે માંડ અઠવાડિયું બાકી છે ત્યારે સાઉથ આફ્રિકન લેજન્ડ એ. બી. ડિવિલયર્સે તેની પસંદગીની બેસ્ટ આઇપીએલ પ્લેઇંગ ઇલેવન જાહેર કરી છે. આશ્ચર્યજનક રીતે તેણે આ ટીમનો કૅપ્ટન તેની રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ટીમનો કૅપ્ટન અને ખાસ મિત્ર વિરાટ કોહલીને બદલે મહેન્દ્ર સિંહ ધોનીને બનાવ્યો છે. આઇપીએલમાં વિરાટ હજી સુધી ક્યારેય ટીમને ચૅમ્પિયન બનાવી નથી શક્યો, જ્યારે ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ ટીમ ત્રણ-ત્રણ વાર ચૅમ્પિયન બની છે. ડિવિલયર્સે ઓપનર તરીકે રોહિત શર્મા સાથે વીરેન્દર સેહવાગને પસંદ કર્યો છે ત્યારે વિરાટ કોહલી અને પોતાને પંસદ કર્યો છે. જોકે તેણે કેન વિલિયમસન અને સ્ટીવ સ્મિથને તેના બે વિકલ્પ તરીકે પણ પસંદ કર્યો છે. ટીમમાં સ્પિનર તરીકે રવીન્દ્ર જાડેજા સાથે અફઘાનિસ્તાની રાશિદ ખાન છે, જ્યારે પેસ બોલરોમાં જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર સાથે તેના જ દેશનો કૅગિસો રબાડાને પસંદ કર્યો છે. ટીમમાં બે ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ અને જાડેજા છે. 
ડિવિલિયર્સની આઇપીએલ ઇલેવન
મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન-વિકેટકીપર), વિરાટ કોહલી, વીરેન્દર સેહવાગ, રોહિત શર્મા, કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ, એ. બી. ડિવિલિયર્સ, બેન સ્ટોક્સ, રવીન્દ્ર જાડેજા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, કૅગિસો રબાડા અને જસપ્રીત બુમરાહ.

cricket news sports news sports virat kohli ms dhoni mahendra singh dhoni