કોરોના સામેનો જંગ જીતવા વૅક્સિન જરૂરી

12 May, 2021 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના નંબર-વન પેસ બોલર જસપ્રીત બુમરાહ, દિનેશ કાર્તિક, દીપક ચાહર, સિદ્ધાર્થ કૌલે અને મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ કોરોના વાઇરસની વૅક્સિનનો પહેલો ડોઝ ગઈ કાલે લીધો હતો

બુમરાહ અને કાર્તિક

ભારતના નંબર-વન પેસ બોલર જસપ્રીત બુમરાહ, દિનેશ કાર્તિક, દીપક ચાહર, સિદ્ધાર્થ કૌલે અને મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ કોરોના વાઇરસની વૅક્સિનનો પહેલો ડોઝ ગઈ કાલે લીધો હતો. સોશ્યલ મીડિયામાં તેમના ફોટો શૅર કરીને લોકોને પણ જેમ બને એમ જલદી વૅક્સિન લેવાની અપીલ કરી હતી તેમ જ આ મહાસંકટમાંથી બધા જલદીથી બહાર આવી જાય એવી આશા વ્યક્ત કરી છે. સિદ્ધાર્થ કૌલે લખ્યું હતું કે કોરોના સામેનો જંગ જીતવા માટે જરૂરી છે. મેં વૅક્સિનનો પહેલો ડૉઝ આજે લઈ લીધો છે અને તમને બધાને પણ વિનંતી કરું છું કે જલદી લઈ લો. આપણે બધા ઈચ્છીએ છીએ કે લાઇફ ફરી નોર્મલ થઈ જાય. 

આ પહેલા કૅપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વ પુજારા, શિખર ધવન, અજિંક્ય રહાણે, ઉમેશ યાદવ અને ઇશાંત શર્મા પણ વૅક્સિનો પ્રથમ ડૉઝ લીધો હતો. 

cricket news sports news sports jasprit bumrah dinesh karthik covid vaccine vaccination drive covid19 coronavirus