આ સ્પર્ધા આપણા માટે પડકારજનક રહી છે, છેલ્લાં ૧૦૦ વર્ષોમાં ભારતે ઇંગ્લૅન્ડની ધરતી માત્ર ૩ સિરીઝ જ જીતી છે

31 May, 2025 07:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેતેશ્વર પુજારાએ ઇંગ્લૅન્ડ જનારી ટીમ ઇન્ડિયાને આપી ચેતવણી

ચેતેશ્વર પુજારા

ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની સિરીઝથી ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની નવી સીઝનની શરૂઆત કરશે. ૨૦ જૂનથી શરૂ થનારી આ ટેસ્ટ-સિરીઝ પહેલાં ભારતના અનુભવી ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ ભારતીય ટીમને ચેતવણી આપતાં કહ્યું કે ‘ભારત-ઇંગ્લૅન્ડ ‍ટેસ્ટ-સિરીઝ હંમેશાં ટીમોની ધૈર્ય અને અનુકૂલન ક્ષમતાનો સાચો માપદંડ રહી છે. છેલ્લાં ૧૦૦ વર્ષોમાં ભારતે ઇંગ્લૅન્ડની ધરતી પર રમાયેલી ૧૯ સિરીઝમાંથી ફક્ત ૩ જીતી છે જે દર્શાવે છે કે આ સ્પર્ધા આપણા માટે કેટલી પડકારજનક રહી છે.’

આ ટૂર માટે સિલેક્ટ ન થનાર પુજારાએ આગળ કહ્યું, ‘યુવાન અને ગતિશીલ ટીમ સાથે આ ટૂર ભારતીય ક્રિકેટ માટે એક વળાંક છે. હું જોવા માટે ઉત્સુક છું કે આ ટીમ કેવી રીતે આ સ્પર્ધામાં આગળ વધે છે અને ભવિષ્યની પેઢીઓ માટે નવા માપદંડો સ્થાપિત કરે છે.’

ભારતીય ટીમે ૧૯૭૧માં અજિત વાડેકર, ૧૯૮૬માં કપિલ દેવ અને ૨૦૦૭માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડની ધરતી પર ટેસ્ટ-સિરીઝ જીતી છે.

indian cricket team india england world test championship test cricket cheteshwar pujara cricket news sports news sports