09 March, 2025 07:38 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કે. એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજા.
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલના રિઝલ્ટ પરથી રોહિત શર્માના ભાવિ પગલાની દિશા નક્કી થશે એવું કહેવાઈ રહ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ૨૦૨૭ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમને એક સ્થિર નેતૃત્વ આપવા માગે છે. એવું કહેવાય છે કે રોહિત શર્માને લાગે છે કે હજી તે થોડો સમય ક્રિકેટ રમી શકે છે એટલે ચૅમ્પિયન્સ ટ્રોફી પછી તે કદાચ રિટાયર ન પણ થાય.
જો તે રિટાયરમેન્ટ જાહેર નહીં કરે તો ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રહેશે કે નહીં એ અસ્પષ્ટ છે. બોર્ડે રોહિતને તેના પ્લાન જણાવવા કહી દીધું છે. જો તે રિટાયર નહીં થાય તો બોર્ડ તેની સાથે કૅપ્ટન્સી વિશે સઘન ચર્ચા કરવાનું છે.