પાકિસ્તાન-અફઘાનિસ્તાન સૌથી વધુ મૅચ જીત્યાં, સૌથી વધુ મૅચ હાર્યાં સાઉથ આફ્રિકા-ઇંગ્લૅન્ડ

20 February, 2025 07:02 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

૧૫ મહિનામાં ઇન્ડિયા સૌથી ઓછી ૯ મૅચ રમ્યું, ત્રણ દેશો સૌથી વધુ ૧૪-૧૪ મૅચ રમ્યા : ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ બાદના રસપ્રદ આંકડા

પ્રતીકાત્મક તસવીર

૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપમાં ટૉપ-8માં રહીને ભારત સહિતની ટીમો ચૅમ્પિયન્સ ટ્રોફી માટે સિલેક્ટ થઈ છે. વર્લ્ડ કપની સમાપ્તિથી ચૅમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત સુધીમાં સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાન સૌથી વધુ ૧૪-૧૪ વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ રમ્યાં છે, જ્યારે ભારત સૌથી ઓછી ૯ જ મૅચ રમ્યું છે. ભારત એકમાત્ર દેશ છે જે આ દરમ્યાન ૧૦થી ઓછી મૅચ રમ્યો છે. પાડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ દરમ્યાન સૌથી વધુ ૮-૮ મૅચ જીત્યા છે, જ્યારે સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ સૌથી વધુ ૧૦-૧૦ મૅચ હાર્યા છે.

છેલ્લા ૧૫ મહિનાનો વન-ડે રેકૉર્ડ

અફઘાનિસ્તાન : ૧૪ મૅચમાંથી ૮ જીત, પાંચ હાર, એક મૅચ નો-રિઝલ્ટ

ઇંગ્લૅન્ડ : ૧૪ મૅચમાંથી ચાર જીત, ૧૦ હાર

સાઉથ આફ્રિકા : ૧૪ મૅચમાંથી ચાર જીત, ૧૦ હાર

ઑસ્ટ્રેલિયા : ૧૩ મૅચ, સાત જીત, ૬ હાર

પાકિસ્તાન : ૧૨ મૅચમાંથી ૮ જીત, ચાર હાર

ન્યુ ઝીલૅન્ડ : ૧૨ મૅચમાંથી સાત જીત, ચાર હાર, એક મૅચ નો-રિઝલ્ટ

બંગલાદેશ : ૧૨ મૅચમાંથી ચાર જીત, ૮ હાર

ભારત : નવમાંથી પાંચ જીત, ત્રણ હાર, એક મૅચ ટાઇ

champions trophy india pakistan afghanistan south africa england international cricket council world cup cricket news sports sports news