15 December, 2024 09:09 AM IST | Brisbane | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલીની ફાઈલ તસવીર
બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ની ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા સામે ધ ગૅબા સ્ટેડિયમમાં ઊતરતાંની સાથે ભારતીય બૅટર વિરાટ કોહલીએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે ઑસ્ટ્રેલિયા સામે ૧૦૦ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકર (૧૧૦ મૅચ) બાદ દુનિયાનો બીજો ક્રિકેટર બની ગયો છે.
૨૪ વર્ષની લાંબી કરીઅરમાં તેન્ડુલકરે કાંગારૂઓ સામે ૩૯ ટેસ્ટ અને ૭૧ વન-ડે મૅચ રમી છે, જ્યારે કોહલીએ ઑસ્ટ્રેલિયા સામે હમણાં સુધી ૨૮ ટેસ્ટ, ૪૯ વન-ડે અને ૨૩ T20 મૅચ રમી છે. સચિન (૬૭૦૭) અને વિરાટ (૫૩૨૬) ઑસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ઇન્ટરનૅશનલ રન ફટકારનાર ક્રિકેટર્સમાં ટૉપ-ટૂમાં સ્થાન ધરાવે છે.