ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા મુંબઈમાં પ્લેયરોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવવો જરુરીઃ BCCI

11 May, 2021 05:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પહોચીને પણ ૧૦ દિવસ ક્વૉરન્ટીનમાં રહેશે

ફાઈલ તસવીર

બોર્ડ ઑફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)એ ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા બારતીય ટીમના ખેલાડીઓને કહી દીધું છે કે, ઇંગ્લેન્ડ જતા પહેલા જો કોઈ ખેલાડી કોરોના પૉઝિટિવ આવશે તો તેને ટીમમાંથી બહાર કાઢવામાં આવશે. એટલે ખાસ સાવચેતી રાખવાનું કહ્યું છે.

ભારતીય ટીમના ફિઝિયો યોગેશ પરમારે પ્લેયર્સને કહ્યું કે, મુંબઈમાં ક્વૉરન્ટીન થતા પહેલા બધા ખેલાડીઓ સાવધાની રાખે અને પોતપોતાને આઇસોલેટ કરે. ટીમ ઇન્ડિયા ૧૯ મેથી મુંબઈમાં બાયો-બબલમાં એન્ટ્રી કરી શકે છે. તે પછી ઇંગ્લેન્ડ પહોંચીને પણ ભારતીય ટીમે ૧૦ દિવસ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે.

BCCIના એક અધિકારીર ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, બોર્ડે ખેલાડીઓને વોર્નિંગ આપી દીધી છે. ખેલાડીઓને પણ કહેવામાં આવ્યું છે કે, મુંબઈમાં કોરોના પૉઝિટિવ આવશે તો કોઈ ખેલાડી માટે અલગથી ચાર્ટેડ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં નહીં આવે. IPL 2021માં કોરોનાનો કેસ સામે આવ્યા પછી બોર્ડ પહેલાથી વધુ સાવધાન થઈ ગયું છે.

અધિકારીના જણાવ્યા મુજબ, ખેલાડીઓની સાથે એમના પરિવારજનોની પણ તપાસ થશે. મુંબઈથી ઇંગ્લેન્ડ જતા પહેલા ખેલાડીઓના બે કોરોના નેગેટિવ રિપોર્ટ આવવા જરૂરી છે. તેનાથી એ ખાતરી કરાશે કે બબલમાં ઇન્ફેક્શન નથી. બોર્ડે ખેલાડીઓને પ્રાઇવેટ કાર અને પ્લેનમાં ટ્રાવેલ કરવાની સૂચના આપી છે.

બોર્ડે ઇંગ્લેન્ડ ટૂર પર જનાર ખેલાડીઓને માત્ર કોવીશિલ્ડ વૅક્સિનનો પ્રથમ ડોઝ લેવાનું કહ્યું છે. બોર્ડ બીજા ડોઝ માટે ઇંગ્લેન્ડના સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડમાં એસ્ટ્રેજેનેકા વેક્સિન ઉપલબ્ધ છે, જે કોવીશિલ્ડનું વર્જન છે. બોર્ડ ઈચ્છે છે કે, ઇંગ્લેન્ડ પ્રવાસ પર ખેલાડીઓ માટે બીજા ડોઝમાં એસ્ટ્રેજેનેકા ઉપલબ્ધ કરવામાં આવે.

તમને જણાવી દઈએ કે, ઇંગ્લેન્ડ પ્રવાસ પર જનારા ખેલાડીઓમાંથી વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઇશાંત શર્મા, ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવે વૅક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.

sports sports news cricket news india england