25 June, 2025 10:07 AM IST | Canberra | Gujarati Mid-day Correspondent
વેસ્ટ ઇન્ડીઝનો કૅપ્ટન રોસ્ટન ચેઝ
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) 2025-27માં ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ આજથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. પચીસ જૂનથી ૧૭ જુલાઈ વચ્ચે બન્ને ટીમ વચ્ચે ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે. યજમાન વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૧૯૯૨-૯૩ની ટેસ્ટ-સિરીઝ બાદ ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ જીતી શકી નથી. બન્ને ટીમ વચ્ચે ૨૯ ટેસ્ટ-સિરીઝ રમાઈ છે જેમાંથી ૨૦૨૩-૨૪ સહિત ત્રણ સિરીઝ ડ્રૉ રહી છે. વેસ્ટ ઇન્ડીઝ માત્ર ૮ અને ઑસ્ટ્રેલિયા ૧૮ ટેસ્ટ-સિરીઝ જીત્યું છે.
આૅસ્ટ્રેલિયાનો કૅપ્ટન પૅટ કમિન્સ
વેસ્ટ ઇન્ડીઝનું નેતૃત્વ રોસ્ટન ચેઝ કરશે જે ક્રેગ બ્રેથવેટ દ્વારા કૅપ્ટન્સી છોડ્યા બાદ આ ફૉર્મેટમાં પહેલી વાર ટીમનું નેતૃત્વ કરશે. ઑસ્ટ્રેલિયાને સ્ટીવ સ્મિથ (ઈજાગ્રસ્ત) અને માર્નસ લબુશેન (ખરાબ ફૉર્મને કારણે ટીમની બહાર)ની ખોટ સાલશે. પૅટ કમિન્સના નેતૃત્વવાળી ઑસ્ટ્રેલિયન ટીમમાં સૅમ કોન્સ્ટૅસ અને જોશ ઇંગ્લિસનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય સમય અનુસાર પહેલી ટેસ્ટના દરેક દિવસની રમતની શરૂઆત સાંજે ૭.૩૦ વાગ્યાથી થશે.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૧૨૦ |
|
ઑસ્ટ્રેલિયાની જીત |
૬૧ |
|
વેસ્ટ ઇન્ડીઝની જીત |
૩૩ |
|
ડ્રૉ |
૨૫ |
|
ટાઇ |
૧ |