15 February, 2026 11:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
T20 ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું ઑસ્ટ્રેલિયન કૅપ્ટન સોફી મૉલિનેક્સ અને ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે.
ICC T20 રૅન્કિંગમાં ઑસ્ટ્રેલિયા વિમેન્સ ટીમ પહેલા ક્રમે અને ભારત ત્રીજા ક્રમે છે. બન્ને ટીમ આગામી T20 વર્લ્ડ કપની તૈયારી આ સિરીઝથી શરૂ કરશે. નવી મલ્ટિ-ફૉર્મેટ કૅપ્ટન સોફી મૉલિનેક્સ ભારત સામેની T20 સિરીઝ દરમ્યાન પ્રથમ વખત ઑસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરશે. સિરીઝની શરૂઆતમાં ભારતીય ટીમે ગવર્નર-જનરલ ઇલેવન સામેની પ્રૅક્ટિસ T20 મૅચમાં ૧૨૧ રનનો ટાર્ગેટ ચેઝ કરીને પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો.
મૅચનો સમય : બપોરે ૧.૪૫ વાગ્યાથી
T20 હેડ ટુ હેડ રેકૉર્ડમાં ઑસ્ટ્રેલિયાનો દબદબો
બન્ને ટીમ વચ્ચે ૨૦૦૮થી ૨૦૨૪ દરમ્યાન ૩૫ T20 મૅચ રમાઈ છે. એમાંથી ઑસ્ટ્રેલિયાએ ૨૬ અને ભારતે માત્ર ૮ મૅચ જીતી છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. છેલ્લી ૧૦ ટક્કરમાં ઑસ્ટ્રેલિયા ભારત સામે ૮ મૅચ જીત્યું છે. ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ ત્રીજી વખત T20 સિરીઝ રમવા ઊતરશે. ભારતે આ હરીફ સામે પાંચમાંથી એકમાત્ર સિરીઝ ઑસ્ટ્રેલિયામાં ૨૦૧૬માં જીતી હતી. ઑસ્ટ્રેલિયામાં ભારતની મહિલા ટીમ છેલ્લે સિડનીમાં જ ફેબ્રુઆરી ૨૦૨૦માં T20 મૅચ જીતી હતી.