04 October, 2025 10:54 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ઇન્ડિયા-Aની ડ્યુટી માટે બહેનનાં લગ્ન ચૂકી ગયો અભિષેક શર્મા
ભારતનો T20 ઓપનર અભિષેક શર્મા હાલમાં પોતાની બહેન કોમલ શર્માનાં લગ્નની વિધિઓમાં ધૂમ મચાવતો જોવા મળ્યો હતો. જોકે ગઈ કાલે તે ઇન્ડિયા-Aની ડ્યુટીને કારણે પંજાબના અમ્રિતસરમાં બહેનનાં લગ્નમાં હાજરી આપી શક્યો નહોતો. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઑસ્ટ્રેલિયા-A સામેની ૩ મૅચની વન-ડે સિરીઝની બાકીની બે મૅચ માટે તે ઇન્ડિયા-A સાથે જોડાયો હતો. જોકે ગઈ કાલે બીજી વન-ડેમાં ઓપનિંગ દરમ્યાન તે પહેલા જ બૉલ પર કૅચઆઉટ થઈ ગયો હતો.