ક્યારેક છેલ્લી ઓવરમાં બોલિંગ સ્ટ્રૅટેજી સફળ નથી રહેતી : બુમરાહ

26 February, 2019 12:29 PM IST  | 

ક્યારેક છેલ્લી ઓવરમાં બોલિંગ સ્ટ્રૅટેજી સફળ નથી રહેતી : બુમરાહ

સુપર્બ બોલિંગ : પહેલી મૅચમાં ફક્ત ૧૬ આપીને ૩ વિકેટ લેનાર ભારતનો જસપ્રીત બુમરાહ.

રવિવારે ઑસ્ટ્રેલિયા સામેની પહેલી T૨૦ મૅચની છેલ્લી ઓવરમાં ઉમેશ યાદવ ૧૪ રન ડિફેન્ડ ન કરી શક્યો. ૧૯મી ઓવરમાં જસપ્રીત બુમરાહે ફક્ત બે રન આપીને બે વિકેટ ઝડપીને ભારતને મૅચમાં કમબૅક કરાવ્યું હતું. આનાથી ઉમેશને ડિફેન્ડ કરવા ૧૪ રન મળ્યા હતા અને હરીફ ટીમના બોલરો બૅટિંગ કરી રહ્યા હતા. ઉમેશની છેલ્લી ઓવર વિશે બુમરાહે તેનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘આવું થઈ જાય છે. કોઈ પણ સિચ્યુએશનમાં છેલ્લી ઓવર ફેંકવી મુશ્કેલ હોય છે. ગેમ કોઈ પણ ટીમ તરફ ઝૂકવાના ચાન્સિસ રહે છે. ખેલાડીઓ પોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ આપવાની કોશિશ કરતા હોય છે અને સ્ટ્રૅટેજીમાં સ્પષ્ટ હોય છે. ક્યારેક આ સ્ટ્રૅટેજી સફળ થાય છે અને ક્યારેક નથી થતી. આમાં ચિંતા કરવાની જરૂર નથી. અમે મૅચ જીતવા માગતા હતા પણ ન જીતી શક્યા. ટૉસ જીતવાને કારણે ઑસ્ટ્રેલિયાને ખબર હતી કે તેમને નાનો ટાર્ગેટ ચેઝ કરવાનો છે.’

આ પણ વાંચો : સ્લો પિચ પર ધોનીને પણ રન બનાવવામાં મુશ્કેલી થાય છે : ગ્લેન મૅક્સવેલ

સિરીઝની બીજી મૅચ આવતી કાલે બૅન્ગલોરમાં રમાશે. ભારત પહેલી મૅચમાં ફક્ત ૧૨૬ રન બનાવી શક્યું હતું. રોહિત શર્મા (૫), રિષભ પંત (૩) અને દિનેશ કાર્તિક (૧) રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ઉમેશ યાદવે પોતાના ક્વોટાની ઓવરોમાં ૩૫ અને ડેબ્યુટન્ટ મયંક માર્કન્ડેએ ૩૧ રન ખર્ચી કાઢ્યા હતા.

jasprit bumrah umesh yadav sports news cricket news india australia