સ્લો પિચ પર ધોનીને પણ રન બનાવવામાં મુશ્કેલી થાય છે : ગ્લેન મૅક્સવેલ
ગ્લેન મૅક્સવેલ
પહેલી મૅચમાં ૩૭ બૉલમાં ૧ સિક્સરની મદદથી નૉટઆઉટ ૨૯ રન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીનો બચાવ કરતાં ઑસ્ટ્રેલિયન ઑલ-રાઉન્ડર ગ્લેન મૅક્સવેલે કહ્યું હતું કે ‘સ્લો પિચ પર બૉલ સરળતાથી બૅટ પર ન આવતો હોય અને વધુ વિકેટ પડી હોય ત્યારે મહેન્દ્ર સિંહ ધોની જેવા સૌથી અનુભવી બૅટ્સમૅનને દોષ ન આપી શકાય. સ્લો પિચ પર તેનો સ્ટ્રાઇક-રેટ બરાબર છે અને કોઈ પણ બૅટ્સમૅનને રન બનાવવામાં મુશ્કેલી થઈ શકે.
આ પણ વાંચો : સ્મૃતિ મંધાના અને પેસ બોલરોએ ભારતને જિતાડી વન-ડે સિરીઝ
ADVERTISEMENT
તે વર્લ્ડ-ક્લાસ ફિનિશર છે અને તેણે એક માત્ર સિક્સર ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં ફટકારી હતી જે સાબિત કરે છે કે બાઉન્ડરી ફટકારવી કેટલી અઘરી હોય છે.’