૫૫,૦૦૦ સ્ક્વેર ફીટના વિસ્તારમાં ૧૧ ટન રંગનો ઉપયોગ

11 December, 2024 03:38 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

મહાકુંભ નિમિત્તે પ્રયાગરાજમાં બની રહી છે જગતની સૌથી મોટી રંગોળી

વિશ્વની સૌથી મોટી રંગોળી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી શરૂ થતા મહાકુંભ નિમિત્તે વિશ્વની સૌથી મોટી રંગોળી બનાવવામાં આવી રહી છે. પંચાવન હજાર સ્ક્વેર ફીટના વિસ્તારમાં બની રહેલી આ રંગોળી માટે કુલ ૧૧ ટન ઇકો-ફ્રેન્ડ‍્લી રંગોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ રંગોળીમાં મહાકુંભના પવિત્ર માહોલને અનુરૂપ આધ્યાત્મિકતા, એકતા અને ભક્તિનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને કળાત્મક વારસાનું પ્રદર્શન કરતી આ રંગોળી મહાકુંભનું આકર્ષણ બની રહેશે.

uttar pradesh national news news kumbh mela festivals culture news offbeat news