2 વર્ષની વાંદરી સરકારી સ્કૂલમાં ભણવા અને મિત્રો સાથે નાસ્તો કરવા આવે છે

07 August, 2019 10:57 AM IST  | 

2 વર્ષની વાંદરી સરકારી સ્કૂલમાં ભણવા અને મિત્રો સાથે નાસ્તો કરવા આવે છે

આન્ધ્ર પ્રદેશના વેંગામાપલ્લી ગામની સરકારી સ્કૂલમાં એક ખાસ સ્ટુડન્ટ છે. આમ તો આ સ્કૂલના રૂમોની હાલત સાવ ખરાબ છે અને ટીચર્સની પણ અછત છે એટલે બાળકોની સંખ્યા બહુ પાંખી છે. જોકે છેલ્લા બે અઠવાડિયાથી અહીં એક અનોખી સ્ટુડન્ટની હાજરી અહીં હોય છે. એ છે લક્ષ્મી નામની બે વર્ષની વાંદરી. વાત એમ છે કે ગામની બહારના જંગલમાંથી બે વાંદરા અને એક વાંદરી અહીં આવ્યા હતા, પરંતુ બે વાંદરાઓ વાહનની અડફેટે ચડીને મૃત્યુ પામ્યા. ત્યારથી એકલી પડી ગયેલી વાંદરી રોજ સ્કૂલના સમયે ક્લાસમાં આવીને બેસી જાય છે. વિદ્યાર્થીઓની સાથે પુસ્તક લઈને જાણે વાંચતી હોય એમ બેસી જાય છે.

આ પણ વાંચો: 68,000 રૂપિયાનું બિલ ચૂકવવાની ના પાડતાં ટૂરિસ્ટને થઈ 4 મહિનાની જેલ

પહેલાં નાનાં બાળકો એનાથી ડરતા હતા, પણ સાલસ સ્વભાવની વાંદરી હવે વિદ્યાર્થીઓની દોસ્ત બની ગઈ છે. તેમણે જ એને લક્ષ્મી નામ આપ્યું છે. લક્ષ્મી કહીને બૂમ પાડતાં તે પાસે દોડી આવે છે અને ભાઈબંધોની સાથે બેસીને રિસેસમાં ખાવાનું પણ ખાય છે. સ્કૂલના પ્રિન્સિપાલ સૈયદ અબ્દુલ લતીફ ખાનનું કહેવું છે કે, ‘હવે તે ક્લાસમાં બેઠી હોય તોય ભણવામાં કોઈને બેધ્યાન નથી કરતી. પહેલાં તે ચોક ખાઈ જતી હતી એટલે તેને એ માટે રોકવી પડે છે. અમે તેના માટે કેળાંની વ્યવસ્થા રાખીએ છીએ એટલે તે બાળકો સાથે બેસીને ભોજન પણ કરે છે.’

hatke news offbeat news gujarati mid-day