ટેમ્પોમાં તાપમાન અચાનક વધી જતાં ૨૪ ટન ફ્રૂટ્સનો જૂસ થઈ ગયો

16 September, 2019 10:00 AM IST  | 

ટેમ્પોમાં તાપમાન અચાનક વધી જતાં ૨૪ ટન ફ્રૂટ્સનો જૂસ થઈ ગયો

પ્રતીકાત્મક તસવીર

એરિક એવરવિન નામના ડ્રાઇવરે નેધરલૅન્ડ્સના રોટરડૅમથી શરૂ કરીને જસ્ટ ૪૫ કિલોમીટર દૂર એક શિપમેન્ટ ડિલિવર કરવાનું હતું. ફ્રૂટ્સ ફ્રેશ રહે એ માટે એની અંદર ઠંડું વાતાવરણ રહે એવી વ્યવસ્થા હતી એટલે બીજી કોઈ તકલીફ થાય એવી સંભાવના જણાતી નહોતી.

જોકે અધવચ્ચે તેમને રોકવામાં આવ્યા કેમ કે એ ટેમ્પોમાંથી કંઈક પાણી લીક થઈ રહ્યું હતું. એરિક અને તેના સાથીદારે ઊતરીને જોયું તો ખરેખર પાછળથી પીળું પાણી લીક થતું હતું. તેના સાથીદારે ટ્રકનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તો રબર સીલને કારણે જબ્બર ચીપકી ગયો હોય એવું લાગ્યું. મહામહેનતે દરવાજો સહેજ ખૂલતાં એમાંથી પીળા રંગના જૂસનો જાણે ધોધ વહેતો હોય એવું જોવા મળ્યું. આ જૂસ પણ ઘણો ગરમ હોવાથી એમાંથી વરાળ નીકળી રહી હતી. આખો દરવાજો ખોલતાં ખબર પડી કે જે ફ્રૂટ્સના ખોખાં છેક સીલિંગ સુધી પૅક કરેલાં હતાં એ પિચકાઈને અડધા થઈ ગયા હતા અને અંદરનાં ફ્રૂટ્સનો જૂસ થઈ ગયેલો.

આ પણ વાંચો: ૪૦ ફુટ ઊંડી ખાઈમાં ફસાયેલા પરિવારે બૉટલ પર હેલ્પ લખીને હાઇકર્સની મદદ મેળવી

એવી સંભાવના જતાવાઈ રહી છે કે ટેમ્પોની અંદરનું ટેમ્પરેચર નીચું કરવાને બદલે ભૂલથી ૫૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ થઈ ગયું હોવાથી આ ગોટાળો થયો હશે. આવી ઘટના આ પહેલાં કોઈએ જોઈ નહીં હોય એટલે આવું કઈ રીતે થયું એ શોધવાનું પણ મુશ્કેલ લાગી રહ્યું છે.

hatke news offbeat news gujarati mid-day