૪૦ ફુટ ઊંડી ખાઈમાં ફસાયેલા પરિવારે બૉટલ પર હેલ્પ લખીને હાઇકર્સની મદદ મેળવી

Sep 16, 2019, 09:53 IST

કર્ટિસ વિટસન તેની પત્ની અને ૧૩ વર્ષનો દીકરો કૅલિફૉર્નિયા ફરવા ગયેલા. તેઓ એક ઘાટી પર થઈને અરોયો સેકો નદી તરફ ગયા અને ત્યાંથી એક ઝરણા સુધી જવા માગતા હતા. જોકે ત્રીજા દિવસે તેઓ ઘાટીમાં એક એવી વિચિત્ર જ્ગ્યાએ ફસાઈ ગયા

કર્ટિસ વિટસન તેની પત્ની અને ૧૩ વર્ષનો દીકરો કૅલિફૉર્નિયા ફરવા ગયેલા. તેઓ એક ઘાટી પર થઈને અરોયો સેકો નદી તરફ ગયા અને ત્યાંથી એક ઝરણા સુધી જવા માગતા હતા. જોકે ત્રીજા દિવસે તેઓ ઘાટીમાં એક એવી વિચિત્ર જ્ગ્યાએ ફસાઈ ગયા કે જ્યાં બન્ને તરફ ૪૦ ફુટ ઊંચી ચટ્ટાનો હતી.

તેમની પાસે રસ્સી પણ નહોતી કે એની મદદથી ચડીને બહાર નીકળી શકાય. ત્યાંથી કઈ રીતે નીકળવું એ વિચાર નહોતો આવતો એટલે કર્ટિસે એક બોટલ પર હેલ્પ લખ્યું અને સાથે એમાં ‘અમે અહીં ઝરણાં પાસે ફસાઈ ગયા છીઅે, અમારી મદદ કરો.’ એવો મૅસેજ લખીને બૉટલને ઝરણામાં નાખી દીધી.

આ પણ વાંચો:વૃક્ષો બચાવવા માટે ૩૪ વર્ષનાં આ બહેને કર્યાં વૃક્ષ સાથે લગ્ન

બૉટલ વહીને ૪૦૦ મીટર દૂર પહોંચી જ્યાં હાઇકર્સનું એક ગ્રુપ હતું. આ ગ્રુપ તરત જ પાણીના પ્રવાહવાળા ક્ષેત્રમાં પહોંચ્યું અને પરિવારને બચાવી લીધું. કર્ટિસ અને તેનો પરિવાર ચાર કલાક સુધી ખાઈમાં ફસાયેલા રહ્યા, અલબત્ત તેમનું નસીબ સારું હતું કે એક જ વારમાં બૉટલ સીધી ઝરણામાં હાઇકર્સને મળી ગઈ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK