ફુટબૉલનો વર્લ્ડ કપ જીત્યા તો શહેરના લોકોએ બે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરી તેમનાં જ વજન બરાબરનાં ટમેટાં આપ્યાં

23 July, 2026 07:32 PM IST  |  Madrid | Gujarati Mid-day Correspondent

ફુટબૉલનો વર્લ્ડ કપ જીતી આવ્યા તો શહેરના લોકોએ બે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરીને આપ્યાં તેમનાં જ વજન બરાબરનાં ટમેટાં

વર્લ્ડ કપ જીત્યા બાદ ખેલાડીઓને મળ્યું અનોખું સન્માન

ભારતમાં ખેલાડીઓ વર્લ્ડ કપ જેવો મોટો ખિતાબ જીતી લાવે તો રમતગમતની સંસ્થા દ્વારા કરોડો રૂપિયા ઇનામમાં અપાય. રાજ્ય સરકાર તરફથી પણ સ્થાનિક ખેલાડીઓને ક્યારેક રોકડ તો ક્યારેક પબ્લિક સેક્ટરમાં નોકરી આપીને સલામતી અપાય છે. જોકે તાજેતરમાં ફુટબૉલ વર્લ્ડ કપની વિજેતા ટીમ સ્પેનના બે ખેલાડીઓને તેમના શહેરમાં સ્વાગત વખતે એકદમ અનોખી ભેટ આપવામાં આવી. ફૅબિયન રુઇઝ અને પાબ્લો પેઝ નામના બે ખેલાડીઓ વર્લ્ડ કપ જીત્યા પછી તેમના શહેર લોઝ પૅલૅસિયોસ પહોંચ્યા ત્યારે આ વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીઓને ખૂબ સન્માન સાથે વધાવવામાં આવ્યા. એની સાથે તેમને જે ભેટ આપવામાં આવી એ અનોખી હતી. સિટી કાઉન્સિલે બન્ને ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરીને એક ખાસ પરંપરા નિભાવી હતી. બન્નેને તેમના જ વજન બરાબરનાં ઑર્ગેનિક ટમેટાં આપવામાં આવ્યાં હતાં. એ ઉપરાંત શહેરના ફુટબૉલના ગ્રાઉન્ડનું નામ બદલીને આ ખેલાડીઓના નામે કરવામાં આવ્યું હતું. આ શહેર ઑર્ગેનિક પ્રોડ્યુસની હિમાયત કરે છે અને ટમેટાંને તેઓ ખૂબ પવિત્ર પ્રતીક માનતા હોવાથી આવું સન્માન આપવાની પરંપરા છે. 

world cup fifa world cup spanish football football sports sports news offbeat news hatke news