જૂનાગઢમાં રસ્તા વચ્ચે પહોંચ્યા સિંહ, પછી શું થયું ? જુઓ વીડિયો

16 September, 2019 03:14 PM IST  |  જૂનાગઢ

જૂનાગઢમાં રસ્તા વચ્ચે પહોંચ્યા સિંહ, પછી શું થયું ? જુઓ વીડિયો

સિંહ જંગલનો રાજા છે, અને જંગલમાં હોય ત્યાં સુધી જ આપણને જોવા ગમે છે. આપણે સિંહ જોવા જંગલમાં જઈએ સામાન્ય વાત છે. પણ જો સિંહ ઘરની આસપાસ આવી જાય તો !!! તો પછી સામે રહેલા સિંહ મજા નહીં સજા બની જાય. જરા વિચારો કે જો તમારી આજુબાજુ સિંહ દેખાય તો કેવી સ્થિતિ થાય. તાજેતરમાં જ જૂનાગઢમાં તાજેતરમાં જ ડાલામથ્થાઓ રહેણાંક વિસ્તારમાં ફરતા દેખાય. એ પણ એક કે બે નહીં સાત-સાત સિંહ જૂનાગઢના રસ્તા પર મહાલી રહ્યા હતા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ઘટના શુક્રવાર રાતની છે. ગીર અભયારણ્યની નજીક જૂનાગઢના રસ્તાઓ પર સાત-સાત સિંહ ફરતા દેખાયા. આ રસ્તા પરથી પસાર થતા એક વ્યક્તિએ સાતેય સિંહનો વીડિયો ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. ત્યારથી વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વીડિયો

મળતી માહિતી પ્રમાણે સિંહનું ટોળુ જૂનાગઢના ભવનાથ વિસ્તારનું છે. આ વીડિયોમાં દેખાય છે કે ભીના રસ્તાઓ પર ફરી રહેલા સિંહ ભોજન શોધી રહ્યા છે. કદાચ શિકાર ન મળતા ભોજનની શોધમાં જ તે રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યા હશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિંહ દેખાવા એ સામાન્ય બની રહ્યું છે.

આ પણ વાંચોઃ વરસાદ અટકાવવા માટે કરાવ્યા દેડકા-દેડકીના ડિવોર્સ !

2015માં એશિયાટિક લાયન્સની ગણતરી પ્રમાણે સૌરાષ્ટ્રના ગીર વન્યજીવ અભયારણ્યમાં અને તેની આસપાસના વિસ્તારમાં 523 સિંહ હતા. છેલ્લા ઘણા વર્ષોથી સિંહની સંખ્યા વધી છે. અને સિંહનો રહેણાંક વિસ્તાર પણ ગીરના જંગલની બહાર વધી રહ્યો છે. પરિણામે સિંહ શહેરી વિસ્તારોમાં પણ દેખાઈ રહ્યા છે.

junagadh gujarat news offbeat news hatke news