વરસાદ આવે એ માટે આપણે જાતભાત ઉપાયો અજમાવતા હોઈએ છીએ. લોકો વરસાદ માટે મેઘરાજાની પૂજા કરે છે, હવન કરે છે, દેડકા દેડકીના લગ્ન કરાવે છે. આ સમાચારો આપણે દર વર્ષે વાંચીએ છીએ. પણ મધ્યપ્રદેશમાં લોકોએ એક અનોખો ઉપાય અજમાવ્યો. મધ્યપ્રદેશના ભોપાલમાં લોકોએ વરસાદ અટકાવવા માટે ટોટકા અપનાવ્યા. ભોલાના લોકોએ વરસાદ નહોતો પડતો ત્યારે વરસાદ લાવવા માટે પહેલા દેડકા દેડકીના લગ્ન કરાવ્યા. અને જાણે અસર થતી હોય એમ ધોધમાર વરસાદ પડ્યો.
જો કે દિવસો સુધી વરસાદ પડતા લોક કંટાળ્યા. પૂર જેવી સ્થિતિ થતા લોકોએ દેડકા દેડકીના ડિવોર્સ કરાવી દીધા. લોકોને લાગ્યું કે જો દેડકા દેડકીના ડિવોર્સ કરાવીશું તો પરિસ્થિતિ સામાન્ય બની જશે. ઉલ્લેખનીય છે કે જૂના સમયથી આ માન્યતા ચાલતી આવે છે કે જો દેડકા અને દેડકીને સાથે રાખવામાં આવે તો વરસાદ સારો પડે છે. ભોપાલના લોકોએ આ માન્યતાને કારણે જ બંનેના લગ્ન કરાવ્યા હતા.
આ પણ વાંચોઃ નિયમ અજબ હૈ, રિક્ષાચાલક જોડેથી વસુલાયો સીટ બેલ્ટ ન પહેરવાનો દંડ !
પરંતુ વરસાદે આ વર્ષે ભોપાલમાં વર્ષો જૂના રેકોર્ડ તોડી નાખ્યા, તો લોકો ગભરાઈ ગયા. અને દેડકા કપલે છૂટા પડવું પડ્યું. જે રીતી રિવાજથી લોકોએ તેમના લગ્ન કરાવ્યા હતા, એ જ રીતિ રિવાજથી છૂટાછેડા પણ કરાવ્યા. ઉલ્લેખનીય છે કે આ દેડકા દેડકીના લગ્ન 19 જુલાઈએ થયા હતા, અને હવે લોકોએ તેમને છૂટા પાડી દીધા છે. ભોપાલમાં આ વખતે સામાન્ય કરતા 45 ટકા વધુ વરસાદ નોંધાયો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ પણ છલકાયો છે. સરદાર સરોવર ડેમ પણ ઐતિહાસિક સપાટીએ ઓવરફ્લો થઈ રહ્યો છે.
IIT-કાનપુરના વિદ્યાર્થીઓએ ટ્રેનની ઉપલી બર્થ પર ચડવાની ફોલ્ડેબલ સીડી બનાવી
Dec 10, 2019, 09:42 ISTપીટાનું કહેવું છે કે દૂધ કરતાં બિઅર વધુ હેલ્ધી
Dec 10, 2019, 09:34 ISTઆ પ્રાણીપ્રેમીને પાળેલા વાઘોએ જ ઘાયલ કરી નાખી
Dec 10, 2019, 09:28 ISTફ્લોરિડા બીચ પર રેતીની કારથી ટ્રાફિક-જૅમ ક્રીએટ થયો
Dec 10, 2019, 09:15 IST