ભારતના આ કેફેમાં જમવાના બદલામાં આપવો પડશે કચરો !!!

24 July, 2019 02:32 PM IST  | 

ભારતના આ કેફેમાં જમવાના બદલામાં આપવો પડશે કચરો !!!

પ્લાસ્ટિકના કારણે થતા નુક્સાનથી પર્યાવરણને બચાવવા માટે અવનવા પ્રયોગો થતા રહે છે. સરકાર પણ નવા નવા સ્લોગન દ્વારા પ્લાસ્ટિક કચરો ન ફેકવાનું કહેતી રહે છે જો કે, હવે તમે પ્લાસ્ટિકનો કચરો સાચવવા માટે મજબૂર થઈ જશો કારણકે ભારતમાં એવુ કાફે ખુલ્યું છે જે આપે છે પ્લાસ્ટિકના કચરાની સામે જમવાનું. આ અભિયાનની શરૂઆત છત્તીસગઢમાં થઈ છે. છત્તીસગઢના અંબિકાપુર નગમર નિગમ પ્લાસ્ટીક કચરાના બદલે નાગરિકોને જમવાનું આપવા માટે ગારબેજ કાફેની શરૂઆત કરવા જઈ રહ્યું છે. અંબિકાપુરના મેયર અજર કિર્તીએ કહ્યું હતું કે, અમે એ લોકોને ભોજન આપીશું જે અમને 1 કિલો પ્લાસ્ટીક લાવીને આપશે. આ અભિયાનથી શહેરના સાફ રાખવામાં મદદ મળશે.

સરકાર પણ ભેગા થયેલા પ્લાસ્ટિકના ઉપયોગ માટે યોજના બનાવી રહી છે. ભેગા થયેલા પ્લાસ્ટીકનો ઉપયોગ રોડ નિર્માણ માટે કરવામાં આવશે. કાફેને અંબિકાપુર શહેરમાં મુખ્ય બસ મથકથી સંચાલિત કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત એક કિલો પ્લાસ્ટિક આપનારને સંપૂર્ણ ભોજન કરાવવામાં આવશે

આ પણ વાંચો: જુઓ કેવી રીતે બાળક સાથે બાળક બની જાય છે PM નરેન્દ્ર મોદી

હજુ કિલો કચરો ભેગો નથી થયો તો પણ કોઈ વાંધો નહી 500 ગ્રામ પ્લાસ્ટીક કચરા પર પણ તમે પેટ ભરીને નાસ્તો કરી શકો છે. સ્વચ્છ શહેર મામલે અંબિકાપુર બીજા સ્થાને છે. આ યાદીમાં ઈન્દોર પહેલા સ્થાને છે. આ પહેલા પણ અંબિકાપુરમાં ભેગા થયેલા પ્લાસ્ટિક કચરાની મદદથી રોડ બનાવવામાં આવ્યા છે. આ ગાર્બેજ ફાફેનું બજેટ 5 લાખ રૂપિયા છે. આ કેફોનો ફાયદો ગરીબ લોકોને પણ થશે.

hatke news offbeat news gujarati mid-day