દીકરાને અજુગતું ન લાગે એ માટે હાર્ટ-સર્જરી પછી પિતાએ પણ ટૅટૂ દોરાવ્યુ

26 June, 2019 09:21 AM IST  | 

દીકરાને અજુગતું ન લાગે એ માટે હાર્ટ-સર્જરી પછી પિતાએ પણ ટૅટૂ દોરાવ્યુ

પુત્રનો આત્મવિશ્વાસ ઓછો ન થાય તે માટે પિતોનો વિચિત્ર ઉપાય

ઇંગ્લૅન્ડના હલ ટાઉનમાં જૉય વૉટ્સ નામના ૬ વર્ષના બાળકને જન્મજાત હૃદયની ખામી હતી. આ ખામીને કારણે તેનો જીવ જોખમમાં હતો. અલબત્ત, ગયા મહિને સર્જરી દ્વારા જે મુખ્ય રક્તવાહિની બ્લૉક હતી એ ખોલીને પહોળી કરવામાં આવી હતી. આ સર્જરી પછી તેની છાતી પર ૬ ઇંચનો મોટો ઘા રહી ગયો હતો.

ડૉક્ટરોનું કહેવું હતું કે ઓપન હાર્ટ સર્જરી થઈ હોવાથી આ ઘા કદાચ જીવનભર રહેશે. ૬ વર્ષનું બાળક એ સ્કારને કારણે ખુલ્લી છાતીએ ક્યાંય પણ જવામાં સંકોચ અનુભવતું હતું એટલે તેના પિતાએ દીકરાને સહજ ફીલ થાય એ માટે તરકીબ અજમાવી. જે જગ્યાએ દીકરાની સર્જરી થઈ હતી એક્ઝૅક્ટલી એ જ જગ્યાએ પિતાએ જાણે તેને પણ સર્જરી કરાવી હોય એવું ટૅટૂ ત્રોફાવી લીધું.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ પર છવાઈ છે ૯૦ વર્ષની આ રંગરંગીલી દાદી

જે ત્રણ જગ્યાએ દીકરાની છાતી પર નિશાન હતાં એવાં જ નિશાન પિતાએ પોતાની બૉડી પર ચીતરાવી લીધાં. સોશ્યલ મીડિયા પર પિતાની આ હરકતનાં બેમોઢે વખાણ થઈ રહ્યાં છે અને દીકરો પણ હવે પોતાના સ્કાર માટે સંકોચ ફીલ નથી કરતો.

hatke news offbeat news gujarati mid-day