ફેસએપે કરાવ્યું 18 વર્ષ પહેલા ખોવાયેલા યુવાનનું પરિવાર સાથે મિલન

21 July, 2019 02:51 PM IST  | 

ફેસએપે કરાવ્યું 18 વર્ષ પહેલા ખોવાયેલા યુવાનનું પરિવાર સાથે મિલન

18 વર્ષે યુવાનનું પરિવાર સાથે મિલન

વિવાદોમાં ઘેરાયેલી એપ્લિકેશન ફેસએપ આજકાલ યુવાનોમાં આજકાલ ઘણી પસંદ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ઉપયોગમાં કરવામાં આવી રહેલી આ એપ્લિકેશન ઉપયોગ કરીને યુવાનો પોતાના ઘરડાપણાના ફોટો પોસ્ટ કર્યા છે. જો કે, આ એપની પ્રાઈવસીને લઈને ચિંતા જાહેર કરવામાં આવી હતી. જો કે હાલ ફેસએપ એક પરિવાર માટે ખુશીનું કારણ બન્યું છે. ફેસએપના કારણે એક પરિવારને આશરે 18 વર્ષ પહેલા કિડ્નેપ થયેલો બાળક પાછો મળ્યો છે. આ બાળકનું 3 વર્ષની ઉમરે અપહરણ થઈ ગયું હતું.

ફેસએપ સોશિયલ મીડિયા પર જે રીતે વાયરલ થઈ રહી છે. આ એપ આવ્યા પછી પોલીસે પણ વિચાર કર્યો કે આ બાળકની જૂની તસવીરને આજ સાથે મેળવવામાં આવે તો કદાચ બાળક મળી શકે છે. પોલીસે વિચાર્યું હતું કે, બાળકોની જૂની તસવીરોને એપની મદદથી બદલવામાં આવે અને જોવામાં આવે કે, આ બાળકો હાલ કેવા દેખાય છે. પોલીસે ફેસએપની મદદથી બાળકના બાળપણની ફોટો કનવર્ટ કરી હતી તેની યુવાનીમાં અને હાજર ફેશિયરલ રિકગ્રિશન ટેકનિક સાથે મિલાવીને જોવામાં આવ્યા હતા. આખરે પોલીસને આ ટેકનિકની મદદથી ખોવાયેલા આ બાળકને શોધવામાં સફળ રહી હતી. આ બાળકનું નામ યૂ વીફેંગ છે અને હાલ તેની ઉમર 21 વર્ષની છે જે એક કોલેજ સ્ટુડન્ટ છે.

આ પણ વાંચો: માર્વેલ લઈને આવી રહ્યું છે 11 રોમાંચક ફિલ્મ-વેબ સિરીઝ

આ યુવાન 6 મે, 2001માં એક કન્સ્ટ્રકશન સાઈટ પરથી ગાયબ થઈ ગયો હતો. બાળક રમતા રમતા અચાનક ગાયબ થઈ ગયો હતો. જો કે 18 વર્ષ પછી પુત્રને પાછો મેળવ્યા પછી માતા-પિતના આનંદનો પાર રહ્યો હતો. બાળક પાછા ન મળવાની હકીકત જાણતા હોવા છતા 18 વર્ષ પછી તેમને પોતાના પુત્ર પાછો મળ્યો હતો. આ 18 વર્ષ દરમિયાન યૂ વીફેંગનો ઉછેર અન્ય પરિવારે કર્યો હતો. પોલીસ અને યુવાનનાં માતા-પિતાએ એ પરિવારનો આભાર માન્યો હતો અને ફેસએપનો પણ જેના કારણે 18 વર્ષે આ માતા-પિતા પોતાના પુત્રને મળી શક્યા હતાં.

hatke news offbeat news gujarati mid-day