સોનાનો મિનિએચર વર્લ્ડ કપ બની ગયો છે અમદાવાદમાં

16 June, 2019 08:39 AM IST  |  અમદાવાદ

સોનાનો મિનિએચર વર્લ્ડ કપ બની ગયો છે અમદાવાદમાં

સોનાનો મિનિએચર વર્લ્ડ કપ કોણ જીતશે

આજે ૨૦૧૯ના વર્લ્ડ કપની સૌથી વધુ હાઇપ ધરાવતી મૅચ છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચની તૈયારીરૂપે અમદાવાદમાં એક જ્વેલરી મેકિંગ યુનિટે સોનાનો સૌથી ટચૂકડો વર્લ્ડ કપ તૈયાર કર્યો છે. અમદાવાદના કારીગરોએ બાવીસ કૅરૅટ સોનાની ૦.૮૮૦ મિલીગ્રામ વજનની ૧૮ મિલીમીટરની વર્લ્ડ કપની ટ્રોફી તૈયાર કરી છે. આને બનાવવામાં ત્રણ મહિના લાગ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદના રિક્શાવાળાની આ વાત તમે સાંભળી કે નહીં?

સમસ્ત બૅન્ગાલી સમાજ અસોસિએશનના પ્રેસિડન્ટ અને પોતાનું નાનકડું જ્વેલરી મેકિંગ યુનિટ ચલાવતા રઉફ શેખ બંગાળી અને સમસ્ત બંગાળી સમાજ અસોસિએશનના ટ્રેઝરર ઉજ્જ્વલ શંકર દાસે ગઈ કાલે આ ટ્રોફી બતાવી હતી અને કહ્યું હતું કે જો ભારત આજની પાકિસ્તાનની મૅચ જીતશો તો ઇન્ડિયન ટીમને આ વર્લ્ડ કપનું મિ‌નિએચર ગિફ્ટ કરવામાં આવશે.

gujarat ahmedabad offbeat news hatke news