30 April, 2026 08:52 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
વિરોધી વાયરા વચ્ચે પણ મમતા બૅનરજીએ ગઈ કાલે વિક્ટરીની સાઇન દેખાડી હતી
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં જ એક્ઝિટ પોલ બહાર આવ્યા હતા. સૌની નજર પશ્ચિમ બંગાળમાં કોની સરકાર બનશે એના પર ટકેલી છે. શું સોનાર બાંગ્લા પર મમતાદીદીનો જાદુ બરકરાર રહેશે કે પછી BJPનું કમળ ખીલીને ૧૫ વર્ષથી ચાલતી મમતા સરકારને ઝટકો મળશે?
પશ્ચિમ બંગાળની કુલ ૨૯૪ વિધાનસભાની બેઠકોમાં સરકાર બનાવવા માટે ૧૪૮ બેઠકો પર જીત જરૂરી છે. પશ્ચિમ બંગાળમાં કુલ ૭ એજન્સીઓએ એક્ઝિટ પોલ બહાર પાડ્યા છે જેમાં પાંચ પોલમાં BJPનો ઝંડો લહેરાતો દેખાય છે, જ્યારે બે એજન્સીઓ દ્વારા BJP ૧૦૦થી અંદર સમેટાઈ જશે એવું બહાર આવ્યું છે. P-MARQ, મૅટ્રિઝ, ચાણક્ય, JVC અને પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ TMCને બેઠકોમાં જબરો ફટકો પડે એમ છે અને BJP ૧૪૨થી ૧૭૫ બેઠકો મેળવી શકશે એવી સંભાવના ગણાવાઈ છે, જ્યારે પીપલ્સ પલ્સ અને જનમત પોલનાં તારણો દર્શાવે છે કે ફરી એક વાર બંગાળ હાંસલ કરવાનું BJPનું સપનું સાકાર થઈ શકશે નહીં.
|
એક્ઝિટ પોલના આંકડા શું કહે છે? |
|||||||
|
|
P-MARQ |
મૅટ્રિઝ |
પીપલ્સ પલ્સ |
ચાણક્ય |
JVC |
પોલ ડાયરી |
જનમત પોલ |
|
TMC |
૧૧૮-૧૩૮ |
૧૨૫-૧૪૦ |
૧૭૬-૧૮૯ |
૧૩૦-૧૪૦ |
૧૩૧-૧૫૨ |
૯૯-૧૨૭ |
૧૯૫-૨૦૫ |
|
BJP |
૧૫૦-૧૭૫ |
૧૪૬-૧૬૧ |
૯૫-૧૧૦ |
૧૫૦-૧૬૦ |
૧૩૮-૧૫૯ |
૧૪૨-૧૭૧ |
૮૦-૯૦ |
|
કૉન્ગ્રેસ |
૦ |
૦ |
૧-૩ |
૦ |
૦-૨ |
૩-૫ |
૧-૩ |
|
અન્ય |
૨-૬ |
૬-૧૦ |
૦-૧ |
૬-૧૦ |
૦ |
૨-૩ |
૩-૫ |