ટ્વિટરની સુરક્ષા હટ્યા બાદ ઉત્તરપ્રદેશમાં નોંધાયો પ્રથમ કેસ

16 June, 2021 02:32 PM IST  |  Ghaziabad | Gujarati Mid-day Online Correspondent

ગાજિયાબાદમાં ટ્વિટર ઇન્ડિયા અને બે કોંગ્રેસ નેતા સહિત ૯ લોકો વિરુદ્ધ એફઆઇઆર

પ્રતીકાત્મક તસવીર

નવા નિયમોનું પાલન ન કરવા બદલ ટ્વિટરે ભારતમાં કાયદાકીય સુરક્ષાનો આધાર ગુમાવી દીધો છે. ત્યારબાદ ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં ટ્વિટર વિરુદ્ધ પ્રથમ કેસ નોંધાયો છે. વૃદ્ધ વ્યક્તિ ઉપર હુમલો અને મારપીટનો એક વીડિયો વાયરલ થયા બાદગાજિયાબાદમાં પોલીસે ટ્વિટર ઇન્ડિયા અને અને બે કોંગ્રેસ નેતા સહિત ૯ લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. ટ્વિટર પર આરોપ છે કે, તેણે ખોટા વીડિયોને હટાવ્યા નહોતા.

ટ્વિટરે ભારતમાં કાયદાકીય સુરક્ષાનો આધાર ગુમાવી દીધો છે. એટલે તે સામાન્ય મીડિયાની શ્રેણીમાં આવી ગયું છે.

ઉત્તર પ્રદેશની ગાજિયાબાદ પોલીસે લોની વિસ્તારમાં અબ્દુલ સનદ નામના એક વૃદ્ધની સાથે મારપીટ અને અભદ્રતા કરવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થયા પછી એફઆઇઆર નોંધી હતી. આ ઘટનાને ખોટી રીતે સાંપ્રદાયિક રંગ આપવાના કારણે એક્શન લેવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે એક વૃદ્ધ મુસ્લિમને માર મારવામાં આવ્યો અને તેની દાઢી કાપી નાંખવામાં આવી. પરંતુ પોલીસના જણાવ્યા પ્રમાણે, પીડિત વૃદ્ધે આરોપીને કેટલાક તાબીજ આપ્યા હતા, જેના પરિણામ ન મળવા પર નારાજ આરોપીએ આ વૃદ્ધને માર્યા હતા. જોકે ટ્વિટરે આ વીડિયોને મેન્યુપ્યુલેટેડ મીડિયાનો ટેગ ન આપ્યો. એટલે એફઆઇઆર નોંધવામાં આવી છે.

એફઆઇઆરમાં કહેવામાં આવ્યું છે કે, આ તમામ લોકોએ ટ્વિટર પર સત્યતાને તપાસ્યા વગર જ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપ્યો. તેમના તરફથી સમાજમાં શાંતિ ભંગ કરવા અને ધાર્મિક સમૂહને ભડકાવવાના હેતુથી વીડિયો વાયરલ કરવામાં આવ્યો. ઘટના પીડિત અને તોફાની તત્તવોની વચ્ચે વ્યક્તિગત વિવાદના કારણે થઈ. એમાં હિન્દુ અને મુસ્લિમ બંને કમ્યુનિટીના લોકો સામેલ હતા. જોકે આરોપીઓએ ઘટનાને એ રીતે રજૂ કરી કે બંને ધાર્મિક સમુહોની વચ્ચે તણાવ પેદા થાય.

આ પણ વાંચોઃ નવા નિયમોનું પાલન ન કરવાનું ટ્વિટરને ભારે પડ્યું

પોલીસે આ મામલામાં મોહમ્મદ જુબૈર, રાના અય્યુબ, ધ વાયર, સલમાન નિઝામી, મસકૂર ઉસ્માની, સમા મોહમ્મદ, સબા નકવી, ટ્વિટર કમ્યુનિકેશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે.

national news uttar pradesh twitter ghaziabad