UP Viral Video: છી છી છી... ગંગાજળ હોય એમ વાસણો પર પેશાબ છાંટતી આ કામવાળી બાઈ

23 August, 2025 07:13 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

UP Viral Video: મોટા બીઝનેસમેનના ઘરે એક કામવાળાં બહેન આવતાં હતાં. ઘરનાં વાસણો પર તે પેશાબનો છંટકાવ કરતા હતાં

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)

ઘરમાં કામ માટે રાખેલા માણસો ઘણીવાર ચોરી કરે છે અથવા તો કામમાં ગડબડ કરે છે એ વાત તો સમજાય એવી છે. પણ, ઘણીવાર તો નોકરો માલિકના ઘરમાં એવી હરકતો કરે કે જેનાથી શરમ અનુભવાય. ઉત્તરપ્રદેશના બિજનોર જીલ્લામાંથી કંઇક આવો જ ચોંકાવનારો કિસ્સો (UP Viral Video) સામે આવ્યો છે. એક મોટા બીઝનેસમેનના ઘરે એક કામવાળાં બહેન આવતાં હતાં. ઘરનાં વાસણો પણ તે પેશાબનો છંટકાવ કરતા હતાં. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ત્યારે પર્દાફાશ થ્યો અને માલિકને આંચકો લાગ્યો.
 
UP Viral Video: આ બહેન છેલ્લાં દસ વર્ષથી વેપારી પરિવારના ઘરે કામ કરવા માટે આવતાં હતાં. આટલાં વર્ષોથી ઘરે કામ કરવા આવતી હોવાથી પરિવારને પણ આ બહેન પર હવે તો વિશ્વાસ આવી ગયો હતો. પણ, છેલ્લા થોડાક મહિનાથી આ બહેન જરા વિચિત્ર વર્તન કરવા લાગ્યાં. ઘરની માલકિને એક આઈડીયા કર્યો અને ખબર ન પડે એમ રસોડામાં અને બીજી જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવ્યા. ઘરે આવતાં કામવાળાં બહેન કશુક ખોટું તો નહીં કરી રહ્યાં ને એ ચકાસવા માટે જ માલકિને આ કેમરા ગોઠવેલા. જયારે બપોરે આ બહેન કામ કરવા આવ્યાં ત્યારે સહુ પ્રથમ તો રોજના ક્રમ પ્રમાણે કિચનમાં ગયાં. ત્યાં એંઠા વાસણો ધોવાનું શરૂ કર્યું. દરમિયાન આ બધું જ માલિક જોઈ રહ્યો હતો. પછી તો આ બહેન એક ગ્લાસ કાઢે છે અને એમાં પેશાબ કરે છે. પછી એ જ ગ્લાસમાં કાઢેલો પેશાબ કિચનમાં રાખેલાં વાસણો પર છાંટે છે. અ જોતાં જ પરિવારના સભ્યોને તો ચીતરી ચડી અને ગુસ્સો આવ્યો. સાંજે જ્યારે આ બહેન પાછા કામ કરવા માટે આવ્યાં ત્યારે પરિવારના સભ્યોએ ઝડપી જ લીધાં. અને પોલીસને હવાલે કરી દીધાં. પોલીસે મહિલાને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી છે, પરંતુ તેણે આવું કેમ કર્યું તે અંગે વિસ્તૃત માહિતી આપી નથી.
 
આ મામલે (UP Viral Video) પોલીસે મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરુ કરી છે. હજી પરિવારે ફરિયાદ લખાવી નથી. એકવાર તેઓ લેખિતમાં ફરિયાદ આપી દે પછી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.
 
આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા વાઈરલ (UP Viral Video) થયો છે. લોકો આ કામવાળાં બહેનની આવી વિચિત્ર હરકત પર રોષ ઠાલવી રહ્યા છે. કેટલાક લોકો તેને અમાનવીય કૃત્ય કહી રહ્યા છે, જ્યારે અન્ય લોકો કહે છે કે આ બહેન ગાંડા થઇ ગયાં છે. તમને જણાવી દઈએ કે પહેલાં પણ એક વીડિયો ખુબ ચર્ચાયો હતો જેમાં કોઈ  કામવાળાં બહેન પેશાબ ભેળવીને રોટલીનો લોટ બાંધતી હતી.
national news india uttar pradesh Crime News offbeat news social media