સુરત બીજા ક્રમનું સૌથી સ્વચ્છ શહેર, નવી મુંબઈ ત્રીજા સ્થાને

20 August, 2020 01:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સુરત બીજા ક્રમનું સૌથી સ્વચ્છ શહેર, નવી મુંબઈ ત્રીજા સ્થાને

પ્રતીકાત્મક તસવીર

સ્વચ્છ સર્વેક્ષણ 2020 અંતર્ગત કેન્દ્રએ ગુજરાતના સુરત શહેરને દેશનું બીજા ક્રમનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કર્યું છે.  આ સ્વચ્છ સર્વેક્ષણમાં સતત ચાર વર્ષથી મધ્ય પ્રદેશનું ઈન્દોર પહેલા ક્રમે છે. સુરત બાદ ત્રીજા ક્રમે મહારાષ્ટ્રની નવી મુંબઈનું સ્થાન છે. હાઉસિંગ અને અર્બન અફેર્સ મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ આ સર્વેક્ષણના પરિણામો ટ્વીટરમાં જાહેર કર્યા હતા.

હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ઈન્દોરને સતત ચોથા વર્ષે પ્રથમ આવવા બદલ અભિનંદન. આ શહેરના લોકો સ્વચ્છતા માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વ અને નગરપાલિકાના સહયોગથી ચાલતી કામગીરી માટે તેમને અંભિનંદન.

તેમ જ પ્રાચીન પવિત્ર શહેર વારાણસી ગંગા નંદી પાસે વસેલા શહેરોમાનું સૌથી સ્વચ્છ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે આ શહેરની લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે, તેમના વિઝનરી નેતૃત્વને પગલે ત્યાંના લોકોને આ ઉપલબ્ધી પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યો છે.

નોંધનીય છે કે, સ્વચ્છતા સર્વેક્ષણના 2020માં ટોપ 20 શહેરોની યાદીમાં દેશની રાજધાની દિલ્હી અને દેશની આર્થિક રાજધાની મુંબઈનો સમાવેશ નથી થયો. જ્યારે ચોથા સ્થાને વિજયવાડા આવ્યું છે. મધ્ય પ્રદેશનું ભોપાલ સાતમા સ્થાને જ્યારે ચંદીગઢ આઠમા સ્થાને આવ્યું છે. વિશાખાપટનમને નવમા સ્થાને સંતોષ માનવો પડ્યો છે. નાસિકને અગિયારમું સ્થાન મળ્યું છે. લખનઉ 12મા સ્થાને છે. પુણે 15મા સ્થાને છે. પ્રયાગરાજને 20મું સ્થાન મળ્યું છે.

national news swachh bharat abhiyan surat ahmedabad madhya pradesh indore navi mumbai varanasi bhopal chandigarh visakhapatnam nashik lucknow pune