રશિયાની સ્પુતનિક વૅક્સિન આવતા અઠવાડિયાથી ભારતના બજારમાં થશે ઉપલબ્ધ

13 May, 2021 06:34 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી

પ્રતીકાત્મક તસવીર

દેશમાં વધી રહેલા કોરોના વાયરસ ()ના સંકટ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં સારા સમાચાર આપ્યા છે. ભારતમાં રશિયાની કોવિડ-19ની વૅક્સિન સ્પુતનિક આવી ચૂકી છે. જેનું આગામી અઠવાડિયાથી વિતરણ શરૂ કરવામાં આવશે.

આરોગ્ય મંત્રાલયે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ, ડો બલરામ ભાર્ગવ, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research – ICMR) અને નીતિ આયોગના સભ્ય ઉપસ્થિત હતા. તેમણે જણાવ્યું કે, દેશના ૧૮૭ જિલ્લામાં ગત બે અઠવાડિયામાં કોરોનાના મામલામાં ઘટાડો નોંધાયો છે. ૨૪ રાજ્યોમાં પૉઝિટિવિટી રેટ ૧૫ ટકા છે. જ્યારે ૧૨ રાજ્ય એવા છે જ્યાં એક લાખથી લાખથી વધુ કોરોનાના કેસ છે.

દરમિયાન નીતિ આયોગના ડો.વીકે પોલે કહ્યું કે, ભારતમાં રશિયા કોવિડ-19ની વૉક્સિન સ્પુતનિક આવી ચૂકી છે. જેનું આગામી અઠવાડિયાથી વિતરણ શરૂ કરવામાં આવશે.

આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે, સ્પુતનિક વૅક્સિનનું ભારતમાં વેચાણ શરૂ થશે. બે બિલિયન ડોઝ ભારતમાં આગામી પાંચ મહિનામાં ઉપલબ્ધ થશે. દેશી અને વિદેશી વૅક્સિન બંન્ને ભારતમાં લાગશે. સ્પુતનિકનું ઓક્ટોબર સુધી ભારતમાં ઉત્પાદન થવા લાગશે.

ડો. પોલે કહ્યું કે ભારતમાં લગભગ ૧૮ કરોડ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા છે.અમેરિકામાં આ આંકડો આશરે ૨૬ કરોડ જેટલો છે. આ ક્રમાંકમાં ભારત ત્રીજા સ્થાને છે.

coronavirus covid19 covid vaccine national news india russia