CM બનતા પહેલા મારી પાસે નહોતું બેન્ક અકાઉન્ટઃPM મોદી

24 April, 2019 10:26 AM IST  |  દિલ્હી

CM બનતા પહેલા મારી પાસે નહોતું બેન્ક અકાઉન્ટઃPM મોદી

PM નરેન્દ્ર મોદી અને અક્ષયકુમાર

દેશમાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનેતા અક્ષયકુમારને ઈન્ટરવ્યુ આપ્યો છે. આ વાતચીતમાં અક્ષયકુમારે પીએમ મોદી સાથે રાજકીયના બદલે વ્યક્તિગત વાતચીત કરી છે. ઈન્ટરવ્યુમાં પીએમ મોદીના જીવનના અજાણ્યા પહેલું અને સામાન્ય વાતો જાણવાનો પ્રયત્ન કરાયો છે. પીએમ મોદીએ આ ઈન્ટરવ્યુમાં કેટલાક રસપ્રદ ખુલાસા પણ કર્યા છે.


રાજકીય નેતાઓ સાથે છે મિત્રતા

અક્ષયકુમાર સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી તેમને દર વર્ષે એકાદ-બે કુર્તા ભેટ આપે છે. નેતાઓ સાથેની મિત્રતા અંગે વાતચીત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ જુનો કિસ્સો યાદ કર્યો. પીએમ મોદીએ કહ્યું,'જ્યારે હું સીએમ પણ નહોતો, ત્યારે કોઈ કામથી સંસદ ગયો હતો. ત્યાં હું ગુલામ નબી આઝાદ સાથે ગપ્પા મારી રહ્યો હતો. મીડિયાવાળાએ પૂછ્યું કે તમે તો RSSવાલા છો, ગુલામ નબી સાથે મિત્રતા કેવી રીતે ચે. ત્યારે ગુલામ નબીએ ખૂબ સારો જવાબ આપ્યો. તેમણે કહ્યું તમે જેવું બહાર જુઓ છો, તેવું નથી. એક પરિવાર તરીકે બધી જ પાર્ટીના નેતાઓ એવા જોડાયેલા છે. જેની તમે કલ્પના પણ ન કરી શકો.'

સીએમ બન્યો ત્યાં સુધી નહોતું બેન્ક અકાઉન્ટ

PM મોદીના ખાતામાં કેટલી રકમ જમા છે, આ સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતનો સીએમ બન્યો ત્યાં સુધી મારું બેન્ક અકાઉન્ટ નહોતું. જ્યારે MLA બન્યો તો સેલરી શરૂ થઈ. પીએમ મોદીએ કહ્યું કે સરકાર તરફથી એક પ્લોટ મળે છે, થોડો સસ્તો મળે છે. એ પણ મેં પાર્ટીને આપી દીધો છે. જો કે કેટલાક નિયમને કારણે મામલો સુપ્રીમ કોર્ટમાં છે. તે ક્લિયર થતા જ પ્લોટ હું પાર્ટીના નામે કરી દઈશ.

આવો છે પીએમ મોદીનો રિટાયરમેન્ટ પ્લાન

રિટાયરમેન્ટના સવાલનો જવાબ આપતા પીએમ મોદીએ એક કિસ્સો યાદ કર્યો. પીએમ મોદીએ કહ્યું,'અમારા લોકોની એક ઈનર સર્કલની મીટિંગ હતી. અટલજી, અડવાણીજી, રાજમાતા સિંધિયાજી, પ્રમોદ મહાજનજી હતા. સૌથી નાનો હું હતો. ત્યારે ચર્ચા થઈ કે નિવૃત્તિ બાદ શું કરીશું. મને પણ પૂછાયું તો મેં કહ્યું મારા માટે તો અઘરું છે. મને જે જવાબદારી મળે છે, તે કરતો રહું છું. એટલે મારા મનમાં આવો કોઈ વિચાર નથી.'

અલાદીનનો ચિરાગ મળી જાય તો શું કરશો?

PM મોદીએ કહ્યું કે જો મને અલાદીનનો ચિરાગ મળી જાય તો હું એટલું જ કહીશ કે જેટલા સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ છે તેમના મગજમાં એટલું જ ભરી દે કે આગામી પેઢીને અલાદીનના ચિરાગવાળી થિયરી જ ન ભણાવે. તેમને મહેનત કરવાનું શીખવે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીને ગમે છે બાળકો, બાળકો સાથે કરે છે આવી મસ્તી

 

પીએમ મોદીએ પોતાના ઈન્ટરવ્યુમાં પોતાના સપના અંગે પણ વાત કરી. તેમણે કહ્યું કે મને ક્યારેય વડાપ્રધાન બનવાનો વિચાર નહોતો આવ્યો. અને સામાન્ય લોકોના મનમાં આ વિચાર આવતો પણ નથી. મારું જે પ્રકારનું ફેમિલી બેકગ્રાઉન્ડ છે, તેમાં જો મને કોઈ નાનકડી નોકરી મળી જાત તો પણ મારી મમ્મી આખા ગામમાં ગોળ વહેંચી દેત.

પીએમ મોદીએ કહ્યું કે તેઓ 1962ના યુદ્ધથી પ્રભાવિત થયા હતા. જ્યારે જ્યારે જવાનો નીકળતા ત્યારે ત્યારે હું બાળકોની જેમ ઉભો રહી તેમને સલામી આપતો અને મને થતું કે હું પણ સૈન્યમાં જોડાઈ જાઉં.

આ પણ વાંચોઃજાણો નરેન્દ્ર મોદીની એક સામાન્ય ચા વેચનારથી દેશના વડાપ્રધાન સુધીની સફર

 

પપ્પાને ગુસ્સો આવતો ત્યારે શું કરતા હતા પીએમ ?

 

પીએમ મોદીએ કહ્યું આજે હું જ્યારે કોઈની સાથે મુલાકાત કરતો હોઉં તો વચ્ચે મને ફોન નથી આવતા. મેં મારા જીવનને અનુશાસિત અને શિસ્તબદ્ધ રાખ્યું છે. હ્યુમરનો સવાલ છે તો જ્યારે જ્યારે મારા પપ્પા નારાજ થાય ત્યારે ત્યારે હું ઘરમાં બધાને હસાવીને માહોલ હળવો બનાવી દેતો હતો.

આ પણ વાંચોઃ પરંપરાગત પાઘડી અને ટોપીઓમાં જુઓ વડાપ્રધાન મોદીના અંદાજ 

akshay kumar narendra modi national news Election 2019