દુનિયાના સૌથી તાકાતવર વ્યક્તિ બન્યા પીએમ મોદી, ટ્રમ્પને છોડ્યા પાછળ

21 June, 2019 03:20 PM IST  | 

દુનિયાના સૌથી તાકાતવર વ્યક્તિ બન્યા પીએમ મોદી, ટ્રમ્પને છોડ્યા પાછળ

દુનિયાના સૌથી તાકાતવર વ્યક્તિ બન્યા પીએમ મોદી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબિત કર્યું છે કે તેમને કેમ ખાસ માનવામાં આવે છે. બ્રિટિશ હેરાલ્ડના એક ઓનલાઈન પોલમાં રીડર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી દુનિયાના સૌથી તાકાતવર વ્યક્તિ તરીકે કરી છે. બ્રિટિશ હેરાલ્ડના પોલમાં દુનિયાના 25 કરતા વધારે વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા હતા. આ પોલમાં વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો અને વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોદીની પસંદગી દુનિયાના તાકાતવર વ્યક્તિ તરીકે કરાઈ છે

આ વોટિંગ માટે કોઈ સામાન્ય પોલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો નહી. બ્રિટિશ હેરાલ્ડ દ્વારા આ પોલમાં વોટ કરનાર દરેક વ્યક્તિને ઓટીપી આપવામાં આવ્યો હતો જેના કારણે ડબલ વોટિંગ થઈ શકે નહી. લોકોના ભારે સંખ્યામાં વોટ કરવાના કારણે હેરાલ્ડની પોલ સાઈટ ક્રેશ પણ થઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેરાલ્ડના જુલાઈના એડિશનના કવર પેજ પર રહેશે. આ એડિશન 15 જુલાઈએ જાહેર થશે.

આ પણ વાંચો: લોકસભામાં ત્રિપલ તલાક બિલ થયુ રજૂ, કોંગ્રેસે કર્યો બિલનો વિરોધ

કયા નેતાને મળ્યા કેટલા મત?

શનિવારે ખતમ થયેલી વોટિંગ સિસ્ટમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ 30.9 ટકા મત મળ્યા હતા. વોટિંગ મામલે મોદી પુતિન સિવાય અન્ય નેતાઓ કરતા ઘણા આગળ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા સ્થાને પુતિન રહ્યા હતા. પુતિનને કુલ 29.9 ટકા મત મળ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ 21.9 ટકા અને શી જિનપિંગને 18.1 ટકા મત મળ્યા હતા.

narendra modi gujarati mid-day national news